Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જૂઠી બાબતથી દૂર રહે; અને નિર્દોષને તથા ન્યાયીને તું મારી ન નાખ; કેમ કે હું દુષ્ટને ન્યાયી ઠરાવીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તમે જૂઠાં તહોમત મૂકીને નિર્દોષ વ્યક્તિને મારી નંખાવશો નહિ. કારણ, એવું દુષ્ટ કાર્ય કરનારને હું સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જૂઠા આક્ષેપો કરવા નહિ, નિર્દોષ અને ન્યાયીને મૃત્યુની સજા કરવી નહિ. નિર્દોષ માણસને મારી નાખનાર ખરાબ માણસને હું નિર્દોષ નહિ માનું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “જૂઠા આક્ષેપો કરવા નહિ, તથા નિર્દોષ અને ન્યાયીને મૃત્યુદંડની સજા કરવી નહિ. હું નિર્દોષ માંણસ ને માંરી નાખે તેવા ખરાબ માંણસને નિર્દોષ નહિ માંનું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:7
24 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ પાસે આવ્યો, ને બોલ્યો, “શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો?”


જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવશે, તો તું સ્થિર થશે; અને જો તું તારા તંબુઓમાંથી અન્યાય દૂર કરશે [તો તું સ્થિર થશે].


અસત્યનો માર્ગ મારાથી દૂર કરો. કૃપા કરીને તમારો નિયમ શીખવો.


તેઓ ન્યાયીઓને દુ:ખ આપવા એકત્ર થાય છે, અને નિરપરાધીને ગુનેગાર ઠરાવે છે.


તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.


“તું જૂઠી અફવા માની ન લે; દુષ્ટની સાથે સામેલ થઈને તું જૂઠી સાક્ષી ન પૂર.


હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર; પિતાના અન્યાયને લીધે છોકરાં પર અને છોકરાનાં છોકરાં પર, ત્રીજીચોથી પેઢી સુધી બદલો વાળનાર.”


ખાતરીથી [કહું છું] કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર નહિ રહેશે; પણ સદાચારીઓના સંતાનનો બચાવ થશે.


જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે, તેઓ બંનેથી સરખી રીતે યહોવા કંટાળે છે.


જે ન્યાયને માર્ગે ચાલે છે ને સત્ય બોલે છે, જે જુલમની કમાઈને ધિકકારે છે, જે લાંચને હાથમાં ન પકડતાં તરછોડી નાખે છે, જે ખૂન વિષે સાંભળવું ન પડે માટે પોતાના કાન બંધ કરી દે છે, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે [તે જ વાસો કરશે].


જેઓ ભૂંડાને સારું, અને સારાને ભૂંડું કહે છે; જેઓ અજવાળાને સ્થાને અંધકાર, ને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; જેઓ મીઠાને સ્થાને કડવું, અને કડવાને સ્થાને મીઠું ઠરાવે છે તેઓને અફસોસ!


તમે ચોરી ન કરો, તેમ જ તમે દગો ન કરો, ને એકબીજાની આગળ જૂઠું ન બોલો.


ચાડિયા તરીકે પોતાના લોકો મધ્યે અહીંતહીં ન ઢણક, તેમ જ તારા પડોશીના રક્તની વિરુદ્ધ ઊભો ન રહે; હું યહોવા છું.


યહોવા કોપ કરવામાં ધીમા ને મહા પરાક્રમી છે, તે [દોષિતને] કોઈ પણ રીતે નિર્દોષ ગણનાર નથી. યહોવાનો માર્ગ વંટોળિયામાં તથા તોફાનમાં છે, ને વાદળાં તેમના પગની રજ છે.


સિપાઈઓએ પણ તેને પૂછ્યું, “અમારે શું કરવું?” તેણે તેઓને કહ્યું, “કોઈના પર જબરદસ્તી ન કરો, તેમ જ કોઈના પર ખોટું તહોમત ન મૂકો; અને તમારા પગારથી સંતોષી રહો.”


કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.


એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ.


જો કોઈ માણસોની વચ્ચે તકરાર હોય ને તેઓ દાદ માગવા આવે, ને [ન્યાયધીશો] તેમનો ન્યાય કરે, તો ન્યાયીને ન્યાયી ઠરાવવો, ને દુષ્ટને ગુનેગાર ઠરાવવો.


‘જે નિરપરાધીની હત્યા કરવાને લાંચ લે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, આમીન.’


દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.


Lean sinn:

Sanasan


Sanasan