Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તું ગરીબના દાવામાં ન્યાય ન મરડ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 “ગરીબ માણસ અદાલતમાં હાજર થાય ત્યારે તેને અન્યાય થવા દેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમારે ગરીબ માણસને તેની ન્યાયપ્રક્રિયામાં અન્યાય ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “તમાંરે ગરીબ માંણસને તેના ન્યાયશાસનમાં અન્યાય ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:6
23 Iomraidhean Croise  

માટે યહોવાનો ડર રાખીને, સંભાળીને કામ કરજો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને આન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી.”


જ્યારે મારા દાસને કે મારી દાસીને મારી સાથે તકરાર થઈ હોય, ત્યારે મેં તેમનો દાવો તુચ્છ ગણ્યો હોય,


દુષ્ટની શેહશરમ રાખવી, તથા ઇનસાફમાં નેક માણસને છેહ દેવો એ યોગ્ય નથી.


ગરીબને ન લૂંટ, કારણ કે તે ગરીબ છે, અને ભાગળમાં પડી રહેલા દુ:ખીઓ પર જુલમ ન કર;


રખેને તેઓ તે પીને નિયમને વીસરી જાય, અને કોઈ દુ:ખીનો ઇનસાફ ઊંઘો વાળે.


જો ગરીબો પર [થતા] જુલમને તથા દેશમાં ઇનસાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી આશ્ચર્ય ન પામ; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે; અને તેઓ કરતાં એક ઊંચો છે.


તેઓ લાંચ લઈને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને ન્યાયીનું ન્યાયીપણું છીનવી લે છે.


તેઓ પુષ્ટ તથા તેજસ્વી થયા છે. વળી તેઓ દુષ્ટ કર્મો કરતાં હદબહાર જાય છે. તેઓ દાદ, અનાથોની દાદ, સાંભળતા નથી, છતાં તેઓ આબાદ થાય છે. અને દરિદ્રીઓનો હક તેઓ ધ્યાનમાં લેતા નથી.


તેઓ સર્વ પક્કા બળવાખોર છે, તેઓ ચાડી કરતા ફરે છે; તેઓ પિત્તળ તથા લોઢારૂપ છે; તેઓ સઘળા દુરાચારી છે.


જો પરદેશી, અનાથ તથા વિધવા પર તમે જુલમ ન કરો, ને આ ઠેકાણે નિર્દોષ રક્ત ન પાડો, ને અન્ય દેવોની પાછળ ચાલીને પોતાનું નુકસાન ન કરો;


ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને જોઈ તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ; પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર.


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


તું ન્યાય ન મરડ; આંખની શરમ ન‍‍ રાખ; તેમજ લાંચ ન લે; કેમ કે લાંચ ની આંખોને આંધળી કરે છે, ને નેક જનોનાં વચનોને વિપરીત કરી નાખે છે.


‘જે પરદેશીનો, કે અનાથનો કે વિધવાનો અન્યાય કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’


અને તેના દીકરા તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા, ને તેઓએ લાંચ લઈને ન્યાયાને ઊંધો વાળ્યો.


Lean sinn:

Sanasan


Sanasan