Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને લાલ સમુદ્રથી તે પલિસ્તીઓના સમુદ્ર સુધી, ને અરણ્યથી તે નદી સુધી હું તારી સરહદ ઠરાવીશ; કેમ કે દેશના રહેવાસીઓને હું તમારા હાથમાં સોંપીશ; અને તું તેઓને તારી આગળથી હાંકી કાઢીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 “હું તમારા દેશની સરહદ અકાબાના અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને રણપ્રદેશથી યુફ્રેટિસ નદી સુધી વિસ્તારીશ. હું દેશના રહેવાસીઓ પર પ્રબળ થઈશ. તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તેમને હાંકી કાઢશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 હું રાતા સમુદ્રથી પલિસ્તીઓના સમુદ્ર સુધી તમારી સરહદ નક્કી કરી આપીશ. એ દેશના વતનીઓને હું તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તેઓને તમારી આગળથી નસાડી મૂકશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 “અને હું રાતા સમુદ્રથી ફ્રાત નદી સુધી તમાંરી સરહદ નક્કી કરી આપીશ. પલિસ્તીઓના સમુદ્ર પશ્ચિમી સરહદે રહેશે અને પૂર્વી સરહદે અરબી રણ રહેશે. અને એ દેશના વતનીઓને હું તમાંરા હાથમાં સોંપી દઈશ, અને તમે તેમને હાંકી કાઢજો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:31
37 Iomraidhean Croise  

તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો: “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે;


એટલે જે પ્રજાઓ વિષે યહોવાએ ઇઝરાયલી લોકોને કહ્યું હતું, “તમારે તેઓની અંદર જવું નહિ, તેમ તેઓ તમારી અંદર આવે નહિ; કેમ કે જરુર તેઓ તમારું હ્રદય તેઓના દેવની તરફ ફેરવી નાખશે, ” તે [પ્રજાઓમાં] ની એ સ્ત્રીઓ હતી. પ્યારને લીધે સુલેમાન એ સ્ત્રીઓને વળગી રહ્યો.


અને જુઓ, એક પ્રબોધકે ઇઝરાયલના રાજા આહાબ પાસે આવીને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘આ બધી મોટી મેદની તેં જોઈ? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ; અને તું જાણશે કે હું યહોવા છું, ‘”


નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી, તથા મિસરની સીમા સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત‍ ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા, ને સુલેમાનની જિંદગીના સર્વ દિવસોભર તેઓ તેની તાબેદારી કરતા રહ્યાં.


કેમ કે નદીની આ તરફના સર્વ [પ્રદેશ] માં એટલે તિફસાથી તે ગાઝા સુધી નદીની આ તરફના સર્વ રાજાઓ તેને તાબે હતા. તેને તેની આસપાસ ચારેબાજુ શાંતિ હતી.


એ પ્રમાણે તે સમયે આપણા ઈશ્વર યહોવાની આગળ સાત દિવસ ને સાત દિવસ એટલે ચૌદ દિવસ સુધી સુલેમાને તથા તેની સાથે સર્વ ઇઝરાયલે, એટલે હમાથના નાકાથી તે મિસરના વહેળા સુધી [ના લોકો] ની મોટી સભાએ, ઉત્સવ કર્યો.


નદીથી તે છેક પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હકૂમત હતી.


વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી, અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તેનાથી બીતો ના; કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યાં છે. અને તેં હેશ્બોનમાં રહેનાર અમોરીઓના રાજા સીહોનને કર્યું, તેમ તું તેને કર.”


“ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે કે, જ્યારે તમે કનાન દેશમાં પહોંચો, (એટલે જે કનાન દેશ તેની સીમાઓ પ્રમાણે તમને વારસા તરીકે મળવાનો છે, )


તો તમે પાછા ફરો, ને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં, તથા તેની નજીકની સર્વ [જગાઓ] માં એટલે અરાબામાં, પહાડી પ્રદેશમાં, ને નીચલા પ્રદેશમાં, તથા નેગેબમાં, તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ.


જુઓ, તમારી આગળ મેં દેશ મૂક્યો છે. તો તેમાં પ્રવેશ કરો, ને જે વિષે યહોવાએ તમારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી કે હું તે તમને તથા તમારી પાછળ તમારાં વંશજોને તે આપીશ, તેનું વતન સંપાદન કરો.


જે જે જગા તમારા પગ નીચે આવશે તે સર્વ તમારી થશે. અરણ્યથી તથા લાબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદીથી, તે છેક પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે.


અને યહોવા આપણા ઈશ્વરે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેનો તથા તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજ્ય કર્યો.


આર્નોનનીખીણની સરહદ પર અરોએરથી તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એકે નગર એવું મજબૂત ન હતું કે જે આપણાથી જીતાય નહિ. યહોવા આપણા ઈશ્વરે બધું આપણને સ્વાધીન કર્યું.


પણ આ લોકોનાં જે નગરો યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેઓમાંના કોઈ પણ પ્રાણીને તારે જીવતું રહેવા દેવું નહિ.


અને યહોવાએ મને કહ્યું કે, તેનાથી તું ડરીશ નહિ, કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં કર્યું તેમ જ એને પણ કર.’


અને તારા બધા શત્રુઓને તારી આગળથી તે હાંકી કાઢે, જેમ યહોવાએ કહ્યું છે તેમ.


માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિની જેમ તારી આગળ પેલી બાજુ જનાર તે યહોવા તારા ઈશ્વર છે. તે તેઓનો નાશ કરશે, ને તે તેઓને તારી આગળ નીચા પાડશે, અને તેથી જેમ યહોવાએ તને કહ્યું છે તેમ તું મને હાંકી કાઢશે, ને જલદી તેઓનો નાશ કરશે.


અરણ્ય તથા આ લબોનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી હિત્તીઓનો આખો દેશ, અને પશ્ચિમ દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે.


પણ તમે થોભશો નહિ; તમારા શત્રુઓની પાછળ પડીને તેઓમાંના સૌથી પાછળનાઓને મારો. તેઓનાં નગરોમાં તેઓને પસેવા દેશો નહિ; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ તેઓને તમારા હાથમાં સોંપ્યા છે.”


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ; કેમ કે મેં તેઓને તારા હાથમાં સોંપ્યા છે. તેઓમાંનો એકે તારી સામે ટકી શકનાર નથી.”


અને લબાનોનથી તે મિસ્રેફોથ-માઈમ સુધીના પહાડી પ્રદેશના બધા રહેવાસીઓ, એટલે બધા સિદોનીઓ, તેઓને હું ઈઝરાયલી લોકોની આગળથી હાંકી કાઢીશ; પણ જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ ઇઝરાયલીઓને તે દેશ તું હિસ્સા પાડીને વહેંચી આપ.


અને તેઓએ યહોશુઆને એમ કહ્યું, “ખરેખર યહોવાએ આખો દેશ આપણા હાથમાં આપ્યો છે. અને વળી આપણી આગળ દેશના સર્વ રહેવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે.


અને યહોવાએ તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રમાણે તેમણે તેઓને ચારે તરફ શાંતિ આપી. અને તેઓના સર્વ શત્રુઓમાંથી કોઈ પણ તેઓની આગળ ટકી શક્યા નહિ. યહોવાએ તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા.


જુઓ, આજ સર્વ લોકને માટે ઠરાવેલે માર્ગે હું જાઉં છું; અને તમારાં અંત:કરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો કે, જે સારાં વચનો તમારા ઈશ્વર યહોવાએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી, તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.


પછી તમે યર્દન ઊતરીને યરીખો પાસે આવી પહોંચ્યા; ત્યારે યરીખોના માણસોએ, એટલે અમોરીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ ને યબૂસીઓએ તમારી સાથે યુદ્ધ કર્યું, અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા.


વળી મેં તમારી આગળ ભમરીઓ મોકલી, તેઓએ તેઓને, એટલે અમોરીઓના બે રાજાઓને, તમારી આગળથી હાંકી કાઢ્યા; તારી તરવારથી ને તારા ઘનુષ્યથી એ થયું નહોતું.


અને સર્વ લોકોને એટલે દેશમાં રહેનારા અમોરીઓને યહોવાએ અમારી આગળથી કાઢી મૂક્યા છે, તે માટે અમે પણ યહોવાની સેવા કરીશું; કેમ કે તે અમારા ઈશ્વર છે.”


વળી જે અમોરીઓ યર્દનની પેલી બાજુ વસતા હતા, તેઓના દેશમાં હું તમને લાવ્યો; અને તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું, અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા, ને તમે તેઓનો દેશ કબજે કરી લીધો; અને મેં તમારી આગળ તેઓનો નાશ કર્યો.


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર, કેમ કે હું તેને તારા હાથમાં આપીશ. અને યહોશુઆએ પોતાના હાથમાંનો ભાલો નગર તરફ લાંબો કર્યો.


અને તમે સંતાવવાની જગાએથી ઊઠીને નગરને કબજે કરજો. કેમ કે તમારા ઈશ્વર યહોવા તમાર હાથમાં તે આપશે.


પણ ઇઝરાયલના માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારા [દેશ] માં રહેતા હો; તો અમે તમારી સાથે કોલકરાર શી રીતે કરીએ?”


પછી યહૂદાએ ચઢાઈ કરી; અને યહોવાએ કનાનીઓને તથા પરિઝીઓને તેઓના હાથમાં સોંપી દીધા. અને તેઓએ બેઝેકમાં તેઓમાંના દશ હજાર માણસોનો સંહાર કર્યો.


ઇઝરાયલના ઈશ્વર યહોવાએ સિહોનને તથા તેના સર્વ લોકોને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, ને તેઓએ તેઓનો સંહાર કર્યો; એમ ઇઝરાયલે તે દેશના રહેનારા અમોરીઓના આખા દેશનું વતન પ્રાપ્ત કર્યું.


પછી દાઉદે બીજી વાર પણ યહોવાની સલાહ પૂછી. અને યહોવાએ તેને ઉત્તર આપ્યો, “ઊઠીને કઈલા પર ચઢાઈ કર; કેમ કે હું પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan