Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તારા દેશમાં ગર્ભપાત થશે-નહિ; ને વાંઝણી પણ હશે નહિ. તારા આયુષ્યના પૂરા દિવસો હું તને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તમારા દેશમાં કોઈ સ્ત્રીને કસુવાવડ થશે નહિ કે કોઈ વંધ્યા રહેશે નહિ. હું તમને દીર્ઘાયુષ્ય આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તમારા દેશમાં કોઈ પણ સ્ત્રીને ગર્ભપાત થશે નહિ તથા કોઈ સ્ત્રી નિ:સંતાન પણ હશે નહિ; હું તમને લોકોને પૂરેપૂરું આયુષ્ય આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 તમાંરા દેશમાં કોઈ પણ સ્ત્રીનો ગર્ભપાત થશે નહિ, તથા કોઈ સ્ત્રી વાંઝણી પણ હશે નહિ; હું તમને લોકોને પૂરેપૂરું આયુષ્ય આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:26
16 Iomraidhean Croise  

ત્યારે પછી ઇબ્રાહિમે પ્રાણ મૂક્યો, અને વૃદ્ધ તથા પાકટ વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો; અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.


અને ઇસહાકે ઘરડો તથા બહુ વરસોનો થઈને પ્રાણ મૂકયો, ને પોતાના લોકોમાં તે મેળવાયો. અને તેના દિકરાઓએ, એટલે એસાવે તથા યાકૂબે, તેને દાટયો.


હવે દાઉદ વૃદ્ધ તથા પાકી ઉંમરે પહોંચ્યો હતો. તેણે પોતાના પુત્ર સુલેમાનને ઇઝરાયલ ઉપર રાજા તરીકે નીમ્યો.


તેમનો સાંઢ ઠેકે છે, અને નિષ્ફળ થતો નથી; તેમની ગાય ફળે છે, અને તરવાઈ જતી નથી.


આ પ્રમાણે અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મરણ પામ્યો.


જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘેર લવાય છે, તેમ તું પાકી ઉંમરે કબરમાં જશે.


તે તેઓને આશીર્વાદ આપે છે, અને તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે; વળી તે તેઓનાં ઢોરઢાંકને ઘટી જવા દેતા નથી.


અમારી વખારો વિવિધ સામગ્રી પૂરી પાડે એવી ભરપૂર થાઓ; અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો ને દશ હજારો બચ્ચાં જણનારાં થાઓ;


પણ, હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી; પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ.


અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.


ત્યાંથી ફરી [થોડા] દિવસોનું ધાવણું બાળક, અથવા જેના દિવસ પૂરા થયા નથી એવો ઘરડો માણસ મળી આવશે નહિ; કેમ કે જુવાન સો વરસની વયનો છતાં શાપિત થશે.


હે યહોવા, તેઓને આપો; તમે શું આપશો? ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા સૂકાં સ્તન તેઓને આપો.


તારા પેટનું ફળ, તથા તારી ભૂમિનું ફળ, તથા તારાં ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારાં ઘેટંબકરાંનાં બચ્ચાં, આશીર્વાદિત થશે.


અને જે તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાળવાં કે, તારું તથા તારી પાછળ તારાં છોકરાંનું ભલું થાય, ને જે દેશ યહોવા તમારા ઈશ્વર તને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.


સર્વ લોકો કરતાં તું આશીર્વાદિત થશે. તમારી મધ્યે અથવા તમારાં ઢોર મધ્યે નર કે નારી વાંઝિયાં રહેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan