Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 વળી તમે યહોવા તમારા ઈશ્વરની સેવા કરજો, ને તે તારા અન્‍નજળને આશીર્વાદ આપશે; અને હું તારી મધ્યેથી રોગ દૂર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી ભક્તિ કરશો તો હું તમારાં અન્‍નજળ પર આશિષની વૃષ્ટિ કરીશ. વળી, હું તમારી સર્વ બીમારીઓ દૂર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 વળી તમારે તમારા ઈશ્વર યહોવાહની જ સેવા કરવાની છે અને હું તમારાં અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમારા તમામ રોગો હું દૂર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 વળી તમાંરે તમાંરા યહોવા દેવની જ સેવા કરવાની છે, અને હું તમાંરા અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમાંરા તમાંમ રોગો હું દૂર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:25
26 Iomraidhean Croise  

તે તારાં બધાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.


“જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેમની દષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેમની આજ્ઞાઓ માનશે, ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે, તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહિ; કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું.”


તેની જિંદગીના દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ; કેમ કે તેના અંત:કરણનો આનંદ એ ઈશ્વરે તેને આપેલો ઉત્તર છે.


ઉચ્ચસ્થાનમાં તે જ રહેશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેની રોટલી તેને આપવામાં આવશે; તેને પાણી ખચીત મળશે.


‘હું માંદો છું, ’ એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ:તેમાં વસનાર લોકની દુષ્ટતા માફ કરવામાં આવશે.


સૂર્ય, ચંદ્ર તથા આકાશનું સર્વ સૈન્ય, જેઓને તેઓએ ચાહ્યાં છે, તેઓ [વંઠી] ગયા છે, જેઓને તેઓએ શોધ્યાં છે, અને જેઓની આરાધના તેઓએ કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નાખશે. તેઓને એકઠાં કરવામાં નહિ આવે, અને દાટવામાં નહિ આવે. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થઈ જશે.


દશ દિવસને અંતે, જે છોકરાઓ રાજાનું ખાણું ખાતા હતા તે સર્વના કરતાં તેમના ચહેરા વધારે ખૂબસૂરત દેખાયા, ને તેઓ શરીરે પુષ્ટ માલૂમ પડ્યા.


કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું; એ માટે તમે પોતાને શુદ્ધ કરો, ને તમે પવિત્ર થાઓ; કેમ કે હું પવિત્ર છું; અને જમીન પર પેટે ચાલનાર કોઈ પણ પ્રાણીથી પોતાને અશુદ્ધ ન કરો.


જો તમે મારા વિધિઓમાં ચાલશો, ને મારી આજ્ઞાઓ પાળીને તે પ્રમાણે વર્તશો;


દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે, હું તમારે માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ!” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


ત્યારે ઈસુ તેને કહે છે, “અરે શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે કે, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર.”


અને હવે, હે ઇઝરાયલ, તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખે, તેમના સર્વ માર્ગોમાં ચાલે, ને તેમના પર પ્રેમ કરે, ને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા બજાવે,


તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખ, તેમની જ સેવા તું કર, અને તેમને જ તું વળગી રહે, ને તેમને જ નામે તું પ્રતિજ્ઞા લે.


તમે યહોવા તમારા ઈશ્વરની પાછળ ચાલો, ને તેમનો ડર રાખો, ને તેની આજ્ઞાઓ પાળો, ને તેમનું કહ્યું કરો ને તમે તેમની સેવા કરો, ને તેમને વળગી રહો.


યહોવા તારા ઈશ્વરનો ડર રાખ. અને તેમની જ સેવા કર, ને તેમના નામમાં પ્રતિજ્ઞા લે.


અને તે તારા પર પ્રેમ રાખશે, ને તને આશીર્વાદ આપશે, ને તારો વિસ્તાર વધારશે. વળી જે દેશ તને આપવાની તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને, તારા ધાન્યને તથા તારા દ્રાક્ષારસને તથા તારા તેલને, તારી ગાયોની ઊપજને તથા તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાંને વરદાન આપશે.


અને યહોવા તારી મધ્યેથી સર્વ બિમારી દૂર કરશે. અને મિસરના જે ખરાબ રોગોનો તને અનુભવ થયો છે તેઓમાંનો કોઈ તે તારા પર લાવશે નહિ. પણ તારા સર્વ વૈરીઓ ઉપર તે રોગો લાવશે.


ફક્ત જે આ તથા નિયમ યહોવાના સેવક મૂસાએ તમને ફરમાવ્યાં, એટલે કે પોતાના ઈશ્વર યહોવા ઉપર પ્રેમ રાખવો, ને તેમના સર્વ માર્ગોમાં ચાલવું, ને તેમના સર્વ માર્ગોમાં ચાલવું, ને તેમની આ ઓ પાળવી, ને તેમને વળગી રહેવું, ને તમારા ખરા મનથી ને તમારા ખરા જીવથી તેમની સેવા કરવી, તે સર્વ તમે ઘણી ખંતથી પાળજો.”


ત્યારે લોકોએ યહોશુઆને કહ્યું, “એમ નહિ બને. પણ અમે તો યહોવાની જ સેવા કરીશું.”


અને લોકોએ યહોશુઆને કહ્યું, “આપણા ઈશ્વર યહોવાની જ સેવા અમે કરીશું, ને તેમની જ વાણી અમે સાંભળીશું.”


અને શમુએલે લોકોને કહ્યું, “બીહો નહિ; એ સર્વ ભૂંડું તમે કર્યું છે તો ખરું; તો પણ યહોવાને અનુસરવાથી આડઅવળા ફરી ન જતા, પણ તમારા પૂરા હ્રદયથી યહોવાની સેવા કરો.


ફક્ત યહોવાની બીક રાખો, ને સત્યતાએ તમારા પૂરા હ્રદયથી તેમની સેવા કરો; કેમ કે તમારે માટે તેમણે કેટલાં મહાન કૃત્યો કર્યા છે તેનો વિચાર કરો.


ત્યારે શમુએલે ઇઝરાયલના આખા ઘરને કહ્યું, “જો તમે તમારા પૂરા અંત:કરણથી યહોવા તરફ ફરતા હો, તો તમારામાંથી અન્ય દેવો તથા આશ્તારોથને કાઢી નાખો, ને તમારાં મન યહોવા તરફ વાળો, ને ફક્ત તેમની ઉપાસના કરો; એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan