Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેઓના દેવો આગળ તું ન નમીશ, ને તેઓની સેવા ન કરીશ, ને તેઓનાં કામ પ્રમાણે ન કરીશ; પણ તેઓને તું તદન તોડી પાડ, ને તેઓના સ્તંભોના ચૂરેચૂરા કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તમારે તે લોકોના દેવોની પૂજા કરવી નહિ, તેમની આગળ નમવું નહિ. તમારે તે લોકોની જેમ રહેવાનું નથી; તમારે તેઓની મૂર્તિઓને નષ્ટ કરવાની છે. અને તે લોકોના સ્તંભોને ભાગીને ભુક્કા કરી નાખવાના છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “તે લોકોના દેવોની પૂજા કરવી નહિ, તેમની આગળ નમવું નહિ. તમાંરે તે લોકોની જેમ રહેવાનું નથી; તમાંરે તેઓની મૂર્તિઓને ઉથલાવી પાડવાની છે. અને તે લોકોના સ્તંભોના ભાંગીને ભુક્કા કરી નાખવાના છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:24
29 Iomraidhean Croise  

અને યહોવાએ જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી હતી, તેઓની જેમ ત્યાં તેઓ સર્વ ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળતા હતા, ને દુષ્ટ કૃત્યો કરીને યહોવાને રોષ ચઢાવતા હતા.


અને જે પ્રજાઓને યહોવાએ તેમની આગળથી હાંકી કાઢી હતી તેઓના વિધિઓ પ્રમાણે, તથા પોતાના રાજાઓએ કરેલા [વિધિઓ] પ્રમાણે તેઓ ચાલ્યા.


તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભોને ભાંગી નાખ્યાં, અશેરા [મૂર્તિ] ને કાપી નાખી, અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા હતા; અને તેણે તેનું નામ નહુશ્તાન પાડ્યું.


અને તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તોપણ તેના પિતાની જેમ ને તેની માની જેમ નહિ; કેમ કે તેના પિતાએ કરેલો બાલનો સ્તંભ તેણે કાઢી નાખ્યો.


આસાએ પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે કર્યું.


અમાસ્યા અદોમીઓને કતલ કરીને પાછો લાવ્યો, ત્યાર પછી તેણે સેઈરના લોકોના દેવોને લાવીને પોતાના દેવો તરીકે તેઓને ઊભા કર્યા, ને તેઓની ઉપાસના કરીને તેઓની આગળ ધૂપ બાળ્યો.


જે વિદેશીઓને યહોવાએ ઇઝરાયલી લોકોની આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓના જેવા ધિક્કારપાત્ર કૃત્યો કરીને યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું,


મનાશ્શાએ યહૂદિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચઢાવીને જે પ્રજાઓની યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી.


હું કંઈ અધમ વસ્તુ મારી દષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; [તેમની કંઈ અસર] મને થશે નહિ.


મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


અને જે બધી બાબતો મેં તમને કહી છે તે વિષે સાવચેત રહો. અને‍ અન્ય દેવોનાં નામ ન ઉચ્ચાર, ને તે તારા મુખમાંથી ન સંભળાય.


તું તેઓની સાથે અથવા તેઓના દેવોની સાથે કરાર કરીશ નહિ.


તેઓ તારા દેશમાં ન વસે, રખેને તેઓતારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે; કેમ કે જો તું તેઓના દેવોની સેવા કરે, તો જરૂર તે તને ફાંદારૂપ થઈ પડશે.”


અને તેઓએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે બાળી નાખ્યું, ને તેને વાટીને ભૂકો કર્યો, ને પાણીમાં ભભરાવીને ઇઝરાયલી લોકોને તે પાણી પીવડાવ્યું.


તોપણ તું તેઓના માર્ગે ચાલીને ને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરીને [સંતોષ પામી] નથી. પણ [જાણે કે એ તો] નજીવી વાત હોય તેમ સમજીને તું તારા સર્વ આચરણમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ.


તેઓનું હ્રદય ઠગારું છે; હવે તેઓ દોષિત ઠરશે. તે તેઓની વેદીઓને તોડી પાડશે, તે તેઓના ભજન-સ્તંભોનો નાશ કરશે.


મિસર દેશ જેમાં તમે રહેતા હતા, તેનાં કૃત્યોનું અનુકરણ તમે ન કરો, અને કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું, તેના કૃત્યોનું અનુકરણ પણ તમે ન કરો; તેમ જ તેઓના વિધિઓ પ્રમાણે તમે ન ચાલો.


તમે પોતાને માટે કોઈ મૂર્તિઓ ન કરો, ને પોતાને માટે કોઈ કોતરેલું પૂતળું કે સ્તંભ ઊભો ન કરો, ને પોતાને માટે તમારા દેશમાં આકૃતિઓ કોતરી કાઢેલો કોઈ પથ્થર તેની આગળ નમવા માટે તમે ઊભો કરશો નહિ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.


કેમ કે તેઓ પોતાના દેવોન ય ને પ્રસંગે લોકોને નોતરતા હતા; અને લોકો ખાતા ને તેઓના દેવોનું ભજન કરતા.


ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો, ને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો ને તેઓની સર્વ ગાળેલી [ધાતુની] મૂર્તિઓનો નાશ કરો, ને તેઓનાં સર્વ દેવસ્થાનોને તોડી પાડો.


અને તમારે તેઓની વેદીઓને તોડી પાડવી, ને તેઓના સ્તંભોને તોડીને ટુકડા કરવા, ને તેઓની અશેરીમ [મૂર્તિઓ] ને આગમાં બાળી નાખવી, અને તમારે તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓને કાપી નાખવી, અને તેઓનું નામ તમારે તે જગામાંથી નષ્ટ કરવું.


પણ તમારે તેઓ પ્રત્યે આ પ્રમાણે વર્તવું:તમારે તેમની વેદીઓ તોડી પાડવી, ને તેઓના સ્તંભોને પછાડીને ચૂરા કરવા, ને તેમની અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખવી, ને તેમની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખવી.


Lean sinn:

Sanasan


Sanasan