Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 “તું જૂઠી અફવા માની ન લે; દુષ્ટની સાથે સામેલ થઈને તું જૂઠી સાક્ષી ન પૂર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “તમારે અફવા ફેલાવવી નહિ. ખોટી જુબાની આપીને તમારે દુષ્ટ માણસને સાથ આપવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 “તમારે જૂઠી અફવા માનવી નહિ, કે ફેલાવવી નહિ. દુર્જનને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “તમાંરે જૂઠી અફવા માંનવી નહિ, કે ફેલાવવી નહિ, દુષ્ટ માંણસને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:1
40 Iomraidhean Croise  

અને પોતાના પતિને એ પ્રમાણે કહ્યું, “આ હિબ્રૂ દાસ જેને તમે આપણે ત્યાં લાવ્યા છો, તે મારું અપમાન કરવાને મારી પાસે આવ્યો હતો;


રાજાએ પૂછ્યું, “તારા ધણીનો દિકરો ક્યાં છે?” સીબાએ રાજાને કહ્યું, “જુઓ, તે યરુશાલેમમાં રહેલો છે; કેમ કે તે માને છે કે, હવે ઇઝરાયલી લોકો મારા પિતાનું રાજ્ય મને પાછું સોંપશે”


પણ મારા મુરબ્બી રાજા આગળ તેણે આ તમારા ચાકરનું વગોણું કર્યું છે. પણ મારા મુરબ્બી રાજા ઈશ્વરના દૂત જેવા છે; તો તમારી દષ્ટિમાં જે સારું લાગે તે કરો.


જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ; જેની દષ્ટિ અભિમાની અને જેનું હ્રદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.


રે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ થશે?


જે પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.


મને મારા વેરીઓની ઇચ્છાને સ્વાધીન ન કરો, કેમ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠયા છે.


જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; હું જાણતો નથી તે બાબત વિષે તેઓ મને પૂછે છે.


તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.


જૂઠી બાબતથી દૂર રહે; અને નિર્દોષને તથા ન્યાયીને તું મારી ન નાખ; કેમ કે હું દુષ્ટને ન્યાયી ઠરાવીશ નહિ.


જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે; અને ચાડી કરનાર મૂર્ખ છે.


સત્ય ઊચરનાર નેકી પ્રગટ કરે છે; પણ જૂઠો સાક્ષી ઠગાઈ [પ્રગટ કરે છે]


વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ; પણ જૂઠો સાક્ષી જૂઠ જ ઊચરે છે.


દુષ્કર્મી દુષ્ટ હોઠો પર લક્ષ આપે છે; અને જૂઠો નુકસાનકારક જીભ તરફ કાન ધરે છે.


અધમ સાક્ષી ઇનસાફને મશ્કરીએ ઉડાવે છે; અને દુષ્ટનું મોં અન્યાયને ગળી જાય છે.


જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ; અને જૂઠું બોલનાર માણસ [સજાથી] બચી જશે નહિ.


જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ; અને જૂઠું બોલનાર માણસ નાશ પામશે.


જૂઠો સાક્ષી નાશ પામશે; પણ જે માણસ સાંભળ્યા પ્રમાણે બોલશે તેની સાક્ષી ટકી રહેશે.


વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી ન પૂર; અને તારા હોઠોથી ઠગાઈ ન કર.


પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.


ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમજ ચાડીખોર જીભ ક્રોધી ચહેરો [ઉપજાવે છે].


અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર.


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


તમે ચોરી ન કરો, તેમ જ તમે દગો ન કરો, ને એકબીજાની આગળ જૂઠું ન બોલો.


ચાડિયા તરીકે પોતાના લોકો મધ્યે અહીંતહીં ન ઢણક, તેમ જ તારા પડોશીના રક્તની વિરુદ્ધ ઊભો ન રહે; હું યહોવા છું.


તે તેમને કહે છે, “કઈ કઈ?” ત્યારે ઈસુએ કહ્યું, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું‍ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર.


જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું, “પ્રભુ, હું મારી સંપત્તિનો અર્ધો ભાગ દરિદ્રીઓને આપું છું; જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, તો હું તેને ચોગણું પાછું આપીશ.”


સિપાઈઓએ પણ તેને પૂછ્યું, “અમારે શું કરવું?” તેણે તેઓને કહ્યું, “કોઈના પર જબરદસ્તી ન કરો, તેમ જ કોઈના પર ખોટું તહોમત ન મૂકો; અને તમારા પગારથી સંતોષી રહો.”


“માણસનું સાંભળ્યા અગાઉ, અને તે જે કરે છે તે જાણ્યા વિના, આપણું નિયમશાસ્‍ત્ર શું તેનો ન્યાય ઠરાવે છે?”


વળી અમારી નિંદા કરીને કેટલાક અમારે વિષે કહે છે, “તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે ભૂંડું કરીએ. એ પ્રમાણે કેમ ન [કરીએ] ?” એવાઓનો દંડ વાજબી છે.


એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ.


તું તારા પડોશીની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.


પ્રેમરહિત, ક્રૂર, દોષ મૂકનાર, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી,


શુદ્ધ અંત:કરણ રાખો કે, જેથી જે બાબત વિષે તમારું ભૂંડું બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.


ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતાં સાંભળી કે, હવે તારણ, પરાક્રમ, અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે, કેમ કે અમારાં ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકવામાં આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan