Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 22:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જો આગ સળગી ઊઠીને ઝાંખરાંને ઝડપે, ને તેથી કોઈના અનાજના ઓઘા, અથવા ઊભો પાક, અથવા ખેતર બળી જાય; તો આગ સળગાવનાર નક્કી નુકસાની ભરી આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 “જો કોઈ પોતાના ખેતરમાં આગ સળગાવે અને તે આગ બીજાના ખેતરમાં ફેલાય અને તેનો ઊભો પાક, કાપેલો પાક અથવા સંગ્રહ કરેલા પૂળા બળી જાય તો આગ સળગાવનાર તે નુક્સાની ભરી આપે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જો કોઈ માણસ પોતાના ખેતરમાં કાંટા-ઝાંખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેનો પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરેપૂરું નુકસાન ભરપાઈ કરી આપવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં કાંટા-ઝાખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેના પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરું નુકસાન ભરપાઈ કરી આપવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 22:6
8 Iomraidhean Croise  

પણ જો તે તેની પાસેથી ચોરાઈ જાય, તો તે તેના માલિકને તેની નુકસાની ભરી આપે.


જો કોઈ માણસ કોઈ ખેતર કે દ્રાક્ષાવાડી ભેલાડી દે, એટલે તેમાં પોતાનું ઢોર છૂટું મૂકે ને તે બીજાનું ખેતર ચરી ખાય; તો તે પોતાના ખેતરની ઉત્તમ પેદાશમાંથી તથા પોતાની દ્રાક્ષાવાડીની ઉત્તમ ઊપજમાંથી સામાને નુકસાની ભરી આપે.


જો કોઈ માણસ પોતાના પડોશીને પૈસા કે મિલકત થાપણ રાખવાને સોપેં, ને તે માણસને ઘેરથી તે ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તે બમણું ભરી આપે.


બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્‍ત્ર વિષે કે કોઈ ખોવાએલી વસ્‍તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્‍તુ, જેના વિષે કોઈ એવું કહે કે આ તે જ વસ્તુ છે, તે વિષેના ગુનાની પ્રત્યેક બાબતમાં બન્‍ને પક્ષની તકરાર ન્યાયાધીશોની રૂબરૂ રજૂ થાય; અને ન્યાયાધીશો જેને ગુનેગાર ઠરાવે તે પોતાના પડોશીને બમણું ભરી આપે.


તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષા, અથવા ઊંટકટા પરથી અંજીર તોડે છે?


Lean sinn:

Sanasan


Sanasan