Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 22:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 ન્યાયાધીશોની નિંદા ન કર, ને તારા લોકોના કોઈ અધિકારીને શાપ ન દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 “ઈશ્વરની નિંદા ન કરો અને લોકોના આગેવાનોને શાપ ન દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તમારા ઈશ્વરની નિંદા ન કરો તથા તમારા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 “તમાંરા ન્યાયધીશોની નિંદા ન કર તથા તમાંરા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 22:28
28 Iomraidhean Croise  

દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ત્યારે જુઓ, શિમઈ નામનો એક માણસ, જે ગેરાનો દિકરો હતો, ને જે શાઉલનાં સગાંમાંનો હતો તે અંદરથી નીકળ્યો. તે શાપ આપતો આપતો સામો આવ્યો.


ત્યારે સરુયાના દિકરા અબિશાયે રાજાને કહ્યું, “આ મૂએલો કૂતરો મારા મુરબ્બી રાજાને શા માટે શાપ આપે? કૃપા કરીને મને જવા દો કે, હું તેનું માથું કાપી નાખું.”


પણ સરુયાના દિકરા અબિશાયે ઉત્તર આપ્યો, “શિમઈએ યહોવાના અભિષિક્તને શાપ આપ્યો, એ માટે શું તેને મારી નાખવો ન જોઈએ?”


અને બલિયાલના બે માણસોને તેની આગળ બેસાડજો, ને તેઓ તેની વિરુદ્ધ એવી સાક્ષી પૂરે કે, ’તેં ઈશ્વરને તથા રાજાને શાપ દીધો છે.’ પછી તેને બહાર લઇ જઈને પથ્થરે એવો મારજો કે, તે મરી જાય.”


હું ખરા હ્રદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્‍તોત્ર ગાઈશ.


તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.


ત્યારે એમ થાય કે સર્વ કૂખ ફાડનારાઓને તથા તારા પશુના પ્રત્યેક પહેલા બચ્ચાને તારે યહોવાને માટે અલાહિદા કરવા; પ્રત્યેક નર યહોવાનો થાય.


“ઇઝરાયલી લોકો મધ્યે સર્વ પ્રથમ જન્મેલાઓને, એટલે સર્વ કૂખ ફાડનાર માણસ તેમ જ પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે.”


અને જે કોઈ પોતાના પિતાને કે પોતાની માતાને શાપ દે તે નક્‍કી માર્યો જાય.


વળી ખેતરમાં વાવેલામાંથી લઈને તારી મહેનતના પ્રથમ ફળનું, એટલે કાપણીનું પર્વ પાળ; અને વર્ષને અંતે ખેતરમાંથી તારી મહેનતનું ફળ ભેગું કરે ત્યારે તું સંગ્રહપર્વ પાળ.


તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરનઅ ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ નહિ.


રાજાને શાપ ન દે, તારા વિચારથી પણ નહિ; અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી [પણ] શાપ ન દે; કેમ કે વાયુચર પક્ષી તે બોલ લઈ જશે, અને પંખી તે વાત કહી દેશે.


અને ઇઝરાયલી સ્‍ત્રીના દીકરાએ [યહોવાના] નામનું દુર્ભાષણ કરીને શાપ દીધો. અને લોકો તેને મૂસા પાસે લાવ્યા. અને તેની માનું નામ શલોમીથ હતું, તે દાનના કુળના દિબ્રીની દીકરી હતી.


અને ઇઝરાયલી લોકોને તે એમ કહે કે, જે કોઈ પોતાના ઈશ્વરને શાપ દે, તેનું પાપ તેને માથે.


અને જે જન યહોવાના નામનું દુભાર્ષણ કરે, તે નિશ્ચે માર્યો જાય. સમગ્ર પ્રજા તેને નક્કી પથ્થરે મારે; જ્યારે તે [યહોવાના] નામનું દુર્ભાષણ કરે ત્યારે તે માર્યો જાય, પછી તે પરદેશી હોય કે, વતની હોય.


ત્યારે પાઉલે તેને કહ્યું, “અરે ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે. તું નિયમશાસ્‍ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છે, છતાં શું નિયમશાસ્‍ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે?”


ત્યારે પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો, કેમ કે લખેલું છે કે, ‘તારા લોકોના અધિકારીનું તારે ભૂંડું બોલવું નહિ.”


તમે સર્વને માન આપો. બંધુમંડળ પર પ્રેમ રાખો. ઈશ્વરનું ભય રાખો. રાજાનું સન્માન કરો.


દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે, ને [પ્રભુના] અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉધ્ધત તથા સ્વચ્છંદી થઈને અધિકારીઓની નિંદા કરતાં ડરતા નથી.


તોપણ એવી રીતે આ તરંગીઓ દેહને ભ્રષ્ટ કરે છે, [સ્વર્ગીય] અધિકારને તુચ્છ ગણે છે, અને [ઈશ્વરના દૂતોના] ગૌરવની નિંદા કરે છે.


જુઓ, આજે ગુફામાં યહોવાએ કેવા તમને મારા હાથમાં સોંપ્યા હતા તે તમે તમારી નજરે જોયું છે: કેટલાકે તમને મારી નાખવાનું મને કહ્યું; પણ [મેં] તમને જીવતદાન આપ્યું. મેં કહ્યું કે, હું મારા મુરબ્બી પર મારો હાથ નહિ ઉગામું, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે.


તેણે પોતાના માણસોને કહ્યું, “મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને મારા મુરબ્બી એટલે યહોવાના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરું, એવું યહોવા ન થવા દો, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે.”


દાઉદે અબીશાયને કહ્યું. “તેનો નાશ ન કર. કેમ કે યહોવાના અભિષિક્ત પર પોતાનો હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”


Lean sinn:

Sanasan


Sanasan