Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 22:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તારી સાથેના મારા લોકોમાંના કોઈ ગરીબને જો તું પૈસા ધીરે, તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન થા, ને તેને માથે તું વયાજ ન ચઢાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 “જો તમે મારા લોકમાંથી કોઈ ગરીબને નાણાં ધીરો તો તમે તેની સાથે ધીરધાર કરનારના જેવું વર્તન ન દાખવશો. અને તેની પાસેથી વ્યાજ ન લેશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “તમે માંરા લોકોમાંના કોઈ ગરીબ માંણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો, ને તેની પાસે વ્યાજ લેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 22:25
20 Iomraidhean Croise  

હવે પ્રબોધકોના પુત્રોની પત્નીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કરગરીને કહ્યું, “તમારા સેવક મારા ભરથાર મરણ પામ્યા છે. તમે જાણો છો કે તમારા સેવક યહોવાનો ડર રાખતા હતા. અને લેણદાર મારા બે છોકરાને પોતાના ગુલામ કરવા માટે લઈ જવા આવ્યો છે.”


પછી સ્ત્રીએ આવીને તે ઈશ્વરભક્તને ખબર આપી. ઈશ્વરભકતે કહ્યું, “તું જઈને તેલ વેચીને તારું દેવું વાળ, ને જે બાકી રહે તે વડે તારું તથા તારા દીકરાઓનું ગુજરાન‍ ચલાવ.”


ત્યારે મેં મનમાં વિચાર કર્યો ને અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું, “તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહું આકરું વ્યાજ લો છો.” મેં તેમની વિરુદ્ધ એક મોટી સભા ભરી.


જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.


જે માણસ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિ વધારે છે, તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.


હે મારી મા, મને અફસોસ, કેમ કે તેં મને આખા જગતની સાથે ઝઘડો કરનાર તથા વિવાદ કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે! મેં વ્યાજે ધીર્યું નથી, ને તેઓએ મને વ્યાજે આપ્યું નથી. તોપણ તેઓ સર્વ મને શાપ દે છે.


વ્યાજે નાણાં આપ્યાં હોય, ને વટાવ લીધો હોય; તો શું તે જીવશે? તે જીવવા પામશે જ નહિ. તેણે આ સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે; તે નક્કી માર્યો જશે; તેનું રક્ત તેને માથે.


જેણે ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય, ને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હોય; તો તે પોતાના પિતાની પુષ્ટતાને લીધે માર્યો જશે નહિ, તે નક્કી જીવતો રહેશે.


અને કોઈને નાહક નુકસાન કર્યુ નહિ હોય, પણ દેવાદારે ગીરો [મૂકેલી વસ્તુ] તેને પાછી અપી હશે, જુલમ કરીને કોઈને લૂંટ્યો નહિ હોય, પોતાનું અન્ન ભૂખ્યાને આપ્યું હશે,, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હશે;


જેણે વ્યાજે [નાણાં] આપ્યાં નહિ હોય, તેમ કંઈ વટાવ લીધો નહિ હોય, જેણે પોતાનો હાથ દુષ્કર્મોથી પાછો ખેંચી લીધો હશે, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવ્યો હશે.


તારી અંદર લોકોએ લાંચ લઈને રક્ત વહેવડાવ્યું છે; તેં વ્યાજ તથા વટાવ લીધા છે, ને તેં લોભથી જુલમ ગુજારીને તારા પડોશી સાથે લાભ મેળવ્યો છે, ને તું મને વીસરી ગયો છે, એમ પ્રભુ યહોવા કહે છે.


તેઓ પ્રત્યેક વેદીની બાજુએ ધરેણે લીધેલાં લૂગડાં પર સૂએ છે, ને જેઓને દંડ થયેલો હોય તેવાઓનો દ્રાક્ષારસ તેઓ પોતાના ઈશ્વરના મંદિરમાં પીએ છે.


તો તારે મારું નાણું શાહુકારોને આપવું જોઈતું હતું કે હું આવું ત્યારે મને વ્યાજ સુધ્ધાં મારું મળત.


તો શાહુકારને ત્યાં મારું નાણું તેં કેમ નહોતું આપ્યું કે, હું આવીને વ્યાજ સાથે મારું વસૂલ કરત?’


જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે, તેમાં તારા ઘરમાં રહેતો તારો કોઈ દેશી ભાઈ દરિદ્રી હોય, તો તું તારું હ્રદય કઠણ ન કર, ને તારા દરિદ્રી ભાઈ પ્રત્યે તારા હાથ બંધ ન કર;


સૂર્ય આથમતાં તારે તે ગીરે મૂકેલી વસ્તુ તેને જરૂર પાછી આપવી કે તે પોતાનું વસ્‍ત્ર પહેરીને સૂએ ને તને આશીર્વાદ આપે અને યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં તે તારા લાભમાં ન્યાયીપણારૂપ ગણાશે.


Lean sinn:

Sanasan


Sanasan