Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 20:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 “તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ; કારણ, મારા નામનો દુરુપયોગ કરનારને હું તમારો ઈશ્વર પ્રભુ સજા કર્યા વિના રહેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 “તમારે તમારા ઈશ્વર યહોવાહનું નામ વ્યર્થપણે ન લેવું. કારણ કે તે માણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ મારું નામ વ્યર્થપણે લેશે તેને સજા કર્યા વિના હું રહેવાનો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “તમાંરે માંરું એટલે તમાંરા દેવ યહોવાના નામનો દુરુપયોગ ન કરવો, કારણ કે તે માંણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ માંરા નામનો દુરુપયોગ કરે છે તેને સજા કર્યા વિના હું રહેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 20:7
25 Iomraidhean Croise  

અને ઇસહાકે પોતાના દિકરાને કહ્યું, “મારા દિકરા, આટલામાં તને કેવી રીતે મળ્યું?” અને તેણે કહ્યું, “યહોવા તમારા ઈશ્વરે મને લાવી આપ્યું.”


પણ હવે તું તેને નિર્દોષ ગણીશ નહિ, કેમ કે તું બુદ્ધિમાન છે. તારે તેને શું કરવું તે તને માલૂમ પડશે, તેનું પળિયાંવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”


પણ ઈશ્વરભકત એલિશાના ‍ચાકર ગેહઝીએ કહ્યું, “જો, આ અરામી નામાન જે લાવ્યો હતો, તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે; પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈશ.”


તેઓ તમારા વિષે ભૂંડું બોલે છે, તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.


રખેને હું છલકાઈ જાઉં, અને તમારો નકાર કરીને કહું કે, ‘યહોવા કોણ છે?’ અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરું, અને મારા ઈશ્વરના નામની નિંદા કરાવું.”


પણ હવે તમે ફરી ગયા, ને મારા નામનું અપમાન કર્યું, ને જેઓને તેમની મરજી પ્રમાણે તમે છોડી દીધાં હતાં તેઓને, એટલે તમારાં દાસ તથા દાસીને, તમે દરેકે પાછાં બોલાવી લીધાં છે; અને તમારાં દાસો તથા દાસીઓ થવા માટે તેમને કબજામાં રાખ્યાં છે.”


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, યહોવા જીવે છે એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ મારામાં પોતાને આશીર્વાદિત ગણશે, તથા મારામાં અભિમાન કરશે.”


વળી હું મારું પવિત્ર નામ મારા ઇઝરાયલ લોકોમાં જણાવીશ; અએ હું ફરી કદી મારા પવિત્ર નામને બટ્ટો લાગવા દઈશ નહિ. ત્યારે [બીજી] પ્રજાઓ જાણશે કે યહોવા, ઇઝરાયલમા જે પવિત્ર [ઈશ્વર] , તે હું છું.”


અને તમે મારે નામે જૂઠા સોગન ન ખાઓ, ને તારા ઈશ્વરનું નામ ન વટાળ; હું યહોવા છું.


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


પણ મારા જીવના સમ ખાઈને હુ ઈશ્વરને સાક્ષી રાખું છું કે, તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી.


તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખ, તેમની જ સેવા તું કર, અને તેમને જ તું વળગી રહે, ને તેમને જ નામે તું પ્રતિજ્ઞા લે.


યહોવા તારા ઈશ્વરનું નામ તું વ્યર્થ ન લે. કેમ કે જે કોઈ યહોવાનું નામ વ્યર્થ લે ચે તેને તે નિર્દોષ ગણશે નહિ.


યહોવા તારા ઈશ્વરનો ડર રાખ. અને તેમની જ સેવા કર, ને તેમના નામમાં પ્રતિજ્ઞા લે.


પણ મારા ભાઈઓ, વિશેષ કરીને તમે સમ ન ખાઓ, આકાશના નહિ કે પૃથ્વીના નહિ તેમ જ બીજા કોઈના સમ ન ખાઓ, પણ તમને સજા ન થાય, માટે તમારી “હા” તે સાફ “હા” અને “ના” તે સાફ “ના” થાય.


માટે હવે હું તમને વિનંતી કરું છું કે, મારી આગળ યહોવાને નામે પ્રતિજ્ઞા કરો કે, મેં તમારા પર દયા કરી છે માટે તમે પણ મારા પિતાના ઘર ઉપર દયા કરીને મને ખરું ચિહ્ન આપશો.


અને તે માણસોએ તેને કહ્યું, “આ જે પ્રતિજ્ઞા તેં અમારી પાસે લેવડાવી છે તે વિષે અમે [આ પ્રમાણે] નિર્દોષ રહીશું.


આમ કરીને અમે તેઓને જીવતા રહેવા દઈએ; નહિ તો અમે તેઓની આગળ જે પ્રતિજ્ઞા લીધી છે તે કારણથી અમારા ઉપર ઈશ્વરનો કોપ આવી પડે.”


Lean sinn:

Sanasan


Sanasan