Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 20:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તું ખૂન ન કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 “તમે ખૂન ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમારે ખૂન કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “તમાંરે ખૂન કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 20:13
32 Iomraidhean Croise  

વળી મનાશ્શાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું, તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.


એ પ્રમાણે યોઆશ રાજાએ તેના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતાં તેના પુત્રને મારી નાખ્યો. મરતી વેળાએ તેણે કહ્યું, “યહોવા આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ લો.”


જે કોઈ માણસને મારીને તેનું મોત નિપજાવે, તે નિશ્ચે માર્યો જાય.


અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ઘસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.


અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે, તો તેને નક્‍કી શિક્ષા થાય.


પણ જો તે બળદને પહેલાંથી શિંગડું મારવાની ટેવ હોય, ને તેના માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે તેને કબજે રાખ્યો ન હોય, ને તેથી તેણે કોઈ પુરુષનો અથવા સ્‍ત્રીનો જીવ લીધો હોય; તો તે બળદ પથ્થરે માર્યો જાય.


જૂઠી બાબતથી દૂર રહે; અને નિર્દોષને તથા ન્યાયીને તું મારી ન નાખ; કેમ કે હું દુષ્ટને ન્યાયી ઠરાવીશ નહિ.


જો તેઓ તને કહે ‘અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે લાગ તાકીને સંતાઈ રહીએ; આપણે નિર્દોષને વિનાકારણ [રંજાડવાને] છુપાઈ રહીએ.


તેઓ પોતાના જ લોહીને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.


કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે, યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મરેલાંને ઢાંકી દેશે નહિ.


પરંતુ ખચીત જાણજો કે જો તમે મને મારી નાખશો, તો તમે તમારા પર, આ નગર પર તથા તેના રહેવાસીઓ પર નિર્દોષ રક્ત પાડવાનો દોષ લાવશો; કેમ કે આ સર્વ વચન તમને કાનોકાન કહેવા માટે યહોવાએ ખરેખર મને તમારી પાસે મોકલ્યો છે.”


અને જે જન કોઈ મનુષ્યને પ્રાણઘાતક માર મારે, તે નક્કી માર્યો જાય;


અને પશુને જે કોઈ મારે, તે તેનો બદલો ભરી આપે, અને જે કોઈ મનુષ્યઘાત કરે, તે માર્યો જાય.


તે તેમને કહે છે, “કઈ કઈ?” ત્યારે ઈસુએ કહ્યું, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું‍ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર.


તું આજ્ઞાઓ જાણે છે, હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી શાહેદી ન પૂરવી, ઠગાઈ ન કરવી, માબાપનું સન્માન કરવું.”


તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાનાં માતપિતાને માન આપ.”


પણ પાઉલે ઘાંટો પાડીને કહ્યું, “અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ ઈજા કરતો ના.”


દેશી લોકો તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા, “નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે એ સમુદ્રમાંથી બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.”


કારણ કે “તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો, “ઈત્યાદિ જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, “તારે જેવો પોતાના પર [પ્રેમ છે] તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો.”


અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં [કામ] ; જેમ પહેલાં મેં તમને ચેતાવ્યા હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતાવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.


આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમ તો ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ,


કેમ કે જેમણે કહ્યું, “તું વ્યભિચાર ન કર, ” તેમણે જ કહ્યું છે, “તું હત્યા ન કર.” માટે જો તું વ્યભિચાર ન કરે, પણ જો તું હત્યા કરે, તો તું નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન કરનારો થયો છે.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


Lean sinn:

Sanasan


Sanasan