Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તે ઉઘાડી તો તેણે પેલું બાળક જોયું; અને જુઓ, તે બાળક રડતું હતું. અને ફારુન-પુત્રીને તેના ઉપર દયા આવી, ને તેને કહ્યું, “એ કોઈ હિબ્રૂનું બાળક છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 કુંવરીએ ટોપલી ખોલીને જોયું તો તેમાં એક છોકરો રડતો હતો. તેને તે છોકરા પર દયા આવી. તે બોલી, “જરૂર, આ કોઈ હિબ્રૂનો છોકરો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કુંવરીએ પેટી ઉઘાડીને જોયું, તો તેમાં એક છોકરો હતો. તે રડતો હતો. તેના હૃદયમાં બાળક પ્રત્યે લાગણી થઈ. તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી તેણે ઉધાડીને જોયું, તો અંદર એક બાળક રડતું હતું, તેથી તેને તેના પર દયા આવી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 2:6
10 Iomraidhean Croise  

અને તમારી વિરુદ્ધ તમારા જે લોકે પાપ કરેલું તેમને, તથા તમારી વિરુદ્ધ તેઓએ જે ઉલ્લંઘન કરેલાં તે સર્વની ક્ષમા આપજો; અને તેઓને બંદીવાન કરીને લઈ જનારાના મનમાં તેઓ પ્રત્યે દયા ઉપજાવજો કે તેઓ તેમના પર દયા રાખે;


એ પ્રભુ, આ તમારા સેવકની પ્રાર્થના તથા તમારા જે સોવકો તમારાથી ડરે છે, અને તમારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો. આજે કૃપા કરીને તમારા સેવકને તમે આબાદાની આપો, ને આ માણસની મારા પર કૃપાર્દષ્ટિ થાય એમ તમે કરો. (હું તો રાજાનો પાત્રવાહક હતો.)


વળી તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.


અને ફારુને પોતાના સર્વ લોકોને ફરમાવ્યું, “જે પ્રત્યેક છોકરો જન્મે તેને તમારે નદીમાં ફેંકી દેવો, અને પ્રત્યેક છોકરીને તમારે જીવતી રહેવા દેવી.”


અને ફારુનની પુત્રી નદીમાં સ્‍નાન કરવા આવી. અને તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ચાલતી હતી. અને તેણે બરુઓ મધ્યે પેલી પેટી જોઈને તે લઈ આવવા માટે પોતાની દાસીને મોકલી.


ત્યારે તેની બહેને ફારુનની પુત્રીને કહ્યું, “તમારે માટે બાળકને ધવડાવવા માટે હિબ્રૂ સ્‍ત્રીઓમાંથી એક ધાવને તમારી પાસે બોલાવી લાવું?”


પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


[એ કરાર તો એવો હતો કે,] દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ અને દાસીને છોડી મૂકે, જેથી કોઈ પણ માણસ તેઓની પાસે, એટલે પોતાનાં હિબ્રૂ ભાઈ [બહેન] ની પાસે સેવા કરાવે નહિ.


પછી તેને નાખી દીધો, ત્યારે ફારુનની દીકરીએ તેને ઉપાડી લઈને પોતાના દીકરા તરીકે તેને પાળ્યો.


છેવટે તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુ:ખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રેમ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan