Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 2:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ત્યારે રેઉએલે તેની પુત્રીઓને કહ્યું, “ત્યારે તે કયાં છે? તમે તે માણસને કેમ મૂકીને આવ્યાં? તેને રોટલી ખાવા માટે તેડાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 રેઉએલે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? તમે એ માણસને મૂકી દઈને કેમ આવ્યાં? તેને જમવા માટે બોલાવી લાવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પછી રેઉએલે પોતાની દીકરીઓને પૂછ્યું, “બેટા, એ મિસરી કયાં છે? તમે તેને ત્યાં જ રહેવા દઈને કેમ આવ્યાં? જાઓ, જમવા માટે તેને આપણા ઘરે બોલાવી લાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 એટલે પછી તેણે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? અને તમે તેને મૂકીને શા માંટે આવ્યાં? જાઓ, તેને જમવા માંટે બોલાવી લાવો.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 2:20
12 Iomraidhean Croise  

અને હું થોડી રોટલી લાવું, ને તમે તમારાં મન ખુશ કરો; પછી તમે આગળ જજો; કેમ કે એ જ માટે તમે તમારા દાસ પાસે આવ્યા છો. અને તેઓએ કહ્યું, “જેમ તેં કહ્યું છે તેમ કર.”


અને એમ થયું કે લાબાને તેના ભાણેજ યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડયો, ને તેને આલિંગન કરીને ચૂમ્યો, ને તેને પોતાને ઘેર લાવ્યો. અને તેણે લાબાનને આ સર્વ વાતો કહી.


ત્યારે યાકૂબે પહાડ પર યજ્ઞ કર્યો, ને રોટલી ખાવાને પોતાના ભાઈઓને બોલાવ્યા. અને તેઓએ રોટલી ખાધી, ને તેઓ આખી રાત પહાડ પર રહ્યા.


અને યૂસફ બપોરે આવ્યો તે અગાઉ તેઓએ ભેટ તૈયાર કરી; કેમ કે [યૂસફને] ત્યાં અમારે જમવાનું છે એમ તેઓએ સાંભળ્યું હતું.


પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો; પણ મુસાફરને માટે મારાં બારણાં હમેશાં ઉઘાડાં હતાં.


તે વખતે તેના સર્વ ભાઈઓ, તેની સર્વ બહેનો, તથા આગળના તેના સર્વ ઓળખીતાઓએ આવીને તેને ઘેર તેની સાથે ભોજન કર્યું. અને જે બધી વિપત્તિ ઈશ્વર તેના ઉપર લાવ્યા હતા તેને લીધે તેઓએ તેને માટે શોક કરીને તેને દિલાસો આપ્યો. વળી દરેક માણસે તેને નાણાનો એકેક સિક્કો તથા દરેક જણે સોનાની એકેક વીંટી આપી.


ત્યારે તેઓએ કહ્યું, “એક મિસરીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી, ને વળી અમારે માટે પાણી કાઢી ટોળાને પાયું.”


અને મૂસા ખુશીથી તે માણસને ત્યાં રહ્યો; અને રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાહ મૂસાને પરણાવી.


સત્કર્મ માટે ખ્યાતિ પામેલી, પોતાનાં છોકરાંનું પ્રતિપાલન કર્યું હોય, પરોણાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય, દુ:ખીઓને સહાય કરી હોય, અને દરેક સત્કર્મમાં ખંતીલી હોય એવી વિધવાનું નામ ટીપમાં દાખલ કરવું.


પરોણાગત કરવાનું ભૂલો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં દૂતોને પરોણા રાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan