Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 19:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, હું ઘાડા વાદળામાં તારી પાસે આવું છું, એ માટે કે જ્યારે હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે, ને વળી તારા [કહેવા] પર તેઓ સદા વિશ્વાસ કરે.” અને મૂસાએ લોકોનું કહેવું યહોવાએ જાહેર કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુએ મોશેને કહ્યું, “હું તારી પાસે ગાઢ વાદળમાં આવીશ; જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે અને તારા કહેવા પર હમેશાં વિશ્વાસ કરે.” મોશેએ પ્રભુને લોકોનો પ્રત્યુત્તર જણાવ્યો એટલે પ્રભુએ કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી યહોવાહે મૂસાને કહ્યું, “જો હું ઘાડાં વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.” અને મૂસાએ લોકોએ જે કર્યું હતું તે યહોવાહને કહી સંભળાવ્યું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી યહોવાએ મૂસાને કહ્યું, “જો હું એક ગાઢ વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે, અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.” અને લોકોનાં વચન મૂસાએ દેવને કહી સંભળાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 19:9
25 Iomraidhean Croise  

ત્યારે સુલેમાને કહ્યું, “યહોવાએ કહ્યું છે. “હું ઘાડ અંધકારમાં રહીશ.”


તેઓ સવારમાં વહેલા ઊઠીને અકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમ્યાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું, “હે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓ, મારું સાંભળો. તમારા ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખો, ને તમે સ્થિર થશો; તેમના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો.”


ત્યારે સુલેમાને કહ્યું, “યહોવાએ કહ્યું છે કે, ‘હું તો ગાઢ અંધકારમાં રહીશ.’


મેઘો તથા અંધકાર તેમની આસપાસ છે; ન્યાયીપણું તથા ઇનસાફ તેમના રાજ્યાસનનો પાયો છે.


મેઘસ્તંભમાંથી તે તેઓની સાથે બોલ્યા; તેઓએ તેમનાં સાક્ષ્યો તથા તેમણે જે વિધિ તેઓને આપ્યો તે પાળ્યાં.


અને યહોવાએ મિસરીઓ વિરુદ્ધ કરેલું એ અદભૂત કૃત્ય ઇઝરાયલે જોયું, ત્યારે તે લોકો યહોવાથી બીધા; અને યહોવા પર તથા તેમના સેવક મૂસા પર તેમનો વિશ્વાસ બેઠો.


અને ત્રીજે દિવસે સવારમાં એમ થયું કે, ગર્જના તથા વીજળી તથા પર્વત પર ઘાડું વાદળ, તથા રણશિંગડાનો બહુ મોટો અવાજ થયાં; અને તેથી છાવણીના સર્વ લોક ધ્રૂજી ગયા.


અને લોકો આઘા ઊભા રહ્યા, ને જે ઘોર અંધકારમાં ઈશ્વર હતા તેમની પાસે મૂસા ગયો.


અને યહોવા મેઘમાં ઊતર્યા, ને તેની સાથે ત્યાં ઊભા રહ્યા, ને તેમણે પોતાનું ‘યહોવા’ નામ પોકાર્યું.


અને લોકોનો વિશ્વાસ બેઠો; અને જ્યારે તેઓએ સાંભળ્યું કે, યહોવાએ ઇઝરાયલી લોકોની ખબર લીધી છે, ને તેઓનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


એ માટે કે તેઓ એવો વિશ્વાસ કરે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાએ, એટલે ઇબ્રાહિમના ઈશ્વરે તથા ઇસહાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”


મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવા વેગવાન વાદળા પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, ને મિસરની હિંમત જતી રહેશે.


વળી એફ્રાઈમનું શિર સમરુન છે, ને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસ રાખશો નહિ તો તમે સ્થિર થશો નહિ.”


અને મેઘસ્તંભમાં યહોવા ઊતર્યા, ને મંડપના દ્વારમાં ઊભા રહ્યા, ને હારુનને તથા મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્‍ને આગળ આવ્યાં.


તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી; અને વાદળીમાંથી એવી વાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું, તેનું સાંભળો.”


અને એક વાદળું આવ્યું ને તેઓ પર છાયા કરી. અને વાદળામાંથી એવી વાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.”


જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે. અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે; અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે.”


તું હોરેબમાં યહોવા તારા ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો તે દિવસે યહોવાએ મને કહ્યું કે, ‘લોકોને મારી આગળ ભેગા કર, ને હું તેઓને મારાં વચન કહી સંભળાવીશ, એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે, તેમાં તેઓ મારો ડર શીખવે.’


તે તને બોધ આપે તે માટે તેમણે આકાશમાંથી પોતાની વાણી તને સંભળાવીલ અને પૃથ્વી પર તેમણે તને મોટી આગ દેખાડી, અને તેં તેમના શબ્દો અગ્નિ મધ્યેથી સાંભળ્યા.


જુઓ તે વાદળાંસહિત આવે છે, દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન.


Lean sinn:

Sanasan


Sanasan