Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 19:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તો હવે જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હવે જો તમે મને આધીન થશો અને મારો કરાર પાળશો તો તમે મારા અતિ મૂલ્યવાન લોક બની રહેશો. કારણ, સમસ્ત પૃથ્વી મારી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેથી હવે જો તમે મારા કહ્યા પ્રમાણે કરશો અને મારા કરારને પાળશો, તો સર્વ પ્રજાઓમાં માત્ર તમે જ ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી મારી છે. તેમાં હું તમને જ મારા ખાસ લોકો તરીકે પસંદ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 19:5
54 Iomraidhean Croise  

અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તું તો મારો કરાર પાળ, એટલે તું તથા તારા પછી તારો વંશ પેઢી દરપેઢી પાળો.


કેમ કે, હે ઈશ્વર યહોવા, તમે અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવતા સમયે તમારા સેવક મૂસાની હસ્તક બોલ્યા હતા, તે પ્રમાણે તમે તેઓને તમારો વારસો થવા માટે પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે.”


તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે. અને તમે, યહોવા, જે વચન તમે તમારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યા છે તે સર્વકાળ માટે કાયમ કરો, ને તમે જે બોલ્યા છો તે પૂરું કરો.


તેની સાથે યુદ્ધ કરીને કોણ ફતેહ પામ્યો છે? આખા આકાશ નીચે એવો કોઈ નથી.


શું તે તારી આગળ કરગરશે? કે તે તારી આગળ નમ્ર વચનો બોલશે?


યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, તેમણે ઇઝરાયલને પોતાની ખાસ મિલકત થવા માટે [પસંદ કર્યો છે].


પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાનાં છે; જગત તથા તેમાં રહેનારાં [પણ તેમનાં છે].


જેઓ તેમનો કરાર તથા તેમની આજ્ઞા પાળે છે તેઓને માટે યહોવાના સર્વ માર્ગો કૃપા તથા સત્યતા [થી ભરેલા] છે.


“જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેમની દષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેમની આજ્ઞાઓ માનશે, ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે, તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહિ; કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું.”


પણ જો તું તેની વાણી સાંભળ્યા કરીશ જ, ને હું જે કહું છું તે બધું કરીશ, તો હું તારા વૈરીઓનો વૈરી ને તારા શત્રુઓનો શત્રુ થઈશ.


અને તેણે કરારનું પુસ્તક લઈને લોકોના સાંભળતાં વાંચ્યું; અને લઈને લોકોના સાંભળતા વાંચ્યું; અને તેઓએ કહ્યું, “યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કરીશું ને પાળીશું.”


અને તેણે કહ્યું, “હે યહોવા, જો હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવા અમારી મધ્યે ચાલે; કેમ કે આ લોક તો હઠીલા છે. અને અમારો અન્યાય તથા અમારું પાપ માફ કરો, ને અમોને તમારો વારસો કરી લો.”


અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો ઈશ્વર થઈશ. અને તમે જાણશો કે મિસરીઓની વેઠ નીચેથી તમને કાઢનાર તમારો ઈશ્વર યહોવા હું છું.


અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે, તેને હું એવી રીતે અલાહિદો રાખીશ કે તેમાં માખીઓનાં ટોળાં આવે નહિ; એ માટે તું જાણે કે પૃથ્વી મધ્યે હું યહોવા છું.


અને મૂસાએ તેને કહ્યું, “હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરફ મારા હાથ ઊંચા કરીશ. અને ગર્જના બંધ પડશે, ને કરા પડતા રહી જશે; એ માટે કે તમે જાણો કે પૃથ્વી યહોવાની છે.


મારી દ્રાક્ષાવાડી જે મારી માલિકીની છે, તે મારી સમક્ષ છે; હે સુલેમાન, એ હજાર તો તને મળશે, અને તેના ફળની રખેવાળી કરનારને બસેં [મળશે].


જો તમે રાજી થઈને [મારું] માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો;


પણ હે મારા સેવક, ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ;


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


કેમ કે જે ખોજાઓ મારા સાબ્બાથો પાળે છે, ને જે બાબતો મને ગમે છે તે પસંદ કરે છે, ને મારા કરારને વળગી રહે છે, તેઓ વિષે યહોવા કહે છે કે,


યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી, કેમ કે તે સર્વના બનાવનાર છે; અને ઇઝરાયલ તેમના વારસાની કોમ છે: તેમનુમ નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


કેમ કે યહોવા કહે છે કે, જેમ કમરબંધ માણસની કમરને વળગી રહે છે, તેમ ઇઝરાયલ તથા યહૂદાના આખા વંશને મેં મારી કમરે વળગાડયો છે; જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય; પણ તેઓએ માન્યું નહિ.


પણ મેં તેઓને આટલું ફરમાવીને કહ્યું હતું કે, મારું સાંભળો, અને હું તમારો ઈશ્વર થઈશ, ને તમે મારા લોક થશો; તમારું હિત થાય, માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.


તારી પાસે થઈને જતા મેં તારા પર નજર નાખી ત્યારે, જો, તારી ઉંમર પ્રમ કરવા યોગ્ય ઉંમર હતી! અને મેં મારી ચાળ તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહે છે કે, મેં તારી અગળ સોગન ખાધા ને તારી સાથે કરાર કર્યો, ને તું મારી થઈ.


પણ મેં તમને કહ્યું છે કે, તમે તેઓના દેશનું વતન પામશો, ને હું તમને તે દૂધમધની રેલછેલવાળો દેશ આપીને તેનું વતન આપીશ, તમને વિદેશીઓથી અગલ કરનાર તમારો ઈશ્વર યહોવા હું છું.


તે વચન એ છે, “પૃથ્વીની સર્વ પ્રજાઓમાંથી ફક્ત તમારી જ કાળજી મેં રાખી છે; માટે તમારા સર્વ અન્યાયની શિક્ષા હું તમને કરીશ.”


હે સિયોનમાં એશારામમાં રહેનારા તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા મુખ્ય પ્રજાઓના પ્રખ્યાત માણસો, જેઓની પાસે ઇઝરાયલ લોક આવે છે, તે તમને અફસોસ!


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તેઓ મારા યશે; જે [દિવસે] હું આ કરીશ, તે દિવસે તેઓ મારું [ખાસ દ્રવ્ય] થશે. અને જેમ કોઈ પિતા પોતાની સેવા કરનાર પોતાના પુત્ર પર દયા રાખે તેમ હું તેમના પર દયા રાખીશ.


કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.


પણ જો કોઈ તમને કહે કે, એ તો મૂર્તિનું નૈવેદ છે, તો જેણે તે દેખાડયું તેની ખાતર, તથા પ્રેરકબદ્ધિની ખાતર તે ન ખાઓ.


જો, આકાશ તથા આકાશોનું આકાશ, પૃથ્વી તથા તેમાંનું સર્વ, તેયહોવા તારા ઈશ્વરનું છે.


યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે સાંભળશો, તો તમે આશીર્વાદ [પામશો].


કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે, ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશજાતિઓમાંથી તને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.


તમારે કોઈ પણ પ્રાણીનું મુડદાલ ખાવું નહિ. તારી મધ્યે રહેનાર પરદેશીને તે ખાવાને તું આપે તો ભલે આપે, અથવા તું કોઈ વિદેશીને તે વેચે તો ભલે વેચે, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. બકરીનું બચ્ચું તેની માના દૂધમાં તું ન બાફ.


અને તને આપેલા વચન પ્રમાણે યહોવાએ આજે કબૂલ કર્યું છે કે તું તેમની ખાસ પ્રજા છે, અને તેમની સર્વ આજ્ઞાઓ તારે પાળવી.


અને સર્વના કરતાં તને કીર્તિમાં તથા માનમાં તથા સન્માનમાં વધારવાનું [તેમણે કબૂલ કર્યું છે]. અને તું તેમના કહ્યા પ્રમાણે યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશે.”


અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે.


જો તું યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશે, તો, જેમ યહોવાએ તારી આગળ પ્રતિજ્ઞા કરી છે તેમ, તે તને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે.


પણ યહોવા તને લોઢાની ભઠ્ઠીમાંથી એટલે મિસરમાંથી કાઢી લાવ્યા છે, એ માટે કે જેમ આજે છો તેમ તેમના વારસાના લોક થાઓ.


યહોવા આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો.


કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. યહોવા તારા ઈશ્વરે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.


તો પણ તેઓ તમારા લોક તથા તમારો વારસો છે કે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે તથા તમારા લંબાવેલા બાહુ વડે કાઢી લાવ્યા છો.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્‍થળ વારસામાં પોતાને મળવાનું હતું, ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે કયાં જાય છે, એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો.


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી દોરી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો, તેના જેવો તે કરાર નહિ થાય, કારણ કે મારા કરાર પ્રમાણે તેઓ ચાલ્યા નહિ, એટલે મેં પણ તેઓ સંબંધી કંઈ ચિંતા રાખી નહિ, એવું પ્રભુ કહે છે:


અને લોકોએ યહોશુઆને કહ્યું, “આપણા ઈશ્વર યહોવાની જ સેવા અમે કરીશું, ને તેમની જ વાણી અમે સાંભળીશું.”


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


ત્યારે શમુએલે કહ્યું, “પોતાની વાણી પળાયાથી યહોવા, જેટલા રાજી થાય છે, તેટલા દહનીયાર્પણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો, યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારું છે, અને ઘેટાંની ચરબી કરતાં [વચન] માનવું [સારું] છે.


Lean sinn:

Sanasan


Sanasan