Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 19:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને વળી જે યાજકો યહોવાની હજૂરમાં આવે, તેઓ પોતાને શુદ્ધ કરે, રખેને યહોવા તેઓ ઉપર તૂટી પડે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 વળી, જે યજ્ઞકારો મારી પાસે આવે તેઓ પણ પોતે શુદ્ધ થઈને આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 વળી જે યાજકો મારી નજીક આવે, તેઓએ પોતાને શુદ્ધ કર્યા નહિ હોય તો હું તેઓને સખત સજા કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 વળી જે યાજકો માંરી નજીક આવે, તેઓ પોતાને શુદ્ધ કરે નહિ તો હું તેમને સખત સજા કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 19:22
17 Iomraidhean Croise  

તમે પહેલે વખતે તેને ન [ઊંચક્યો] , માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર તૂટી પડ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”


પછી તેઓએ બીજા માસની ચૌદમીએ પાસ્ખા કાપ્યું; અને યાજકો તથા લેવીઓ નીચે મોઢે પોતે પવિત્ર થઈને યહોવાના મંદિરમાં દહનીયાર્પણો લાવ્યા.


કેમ કે તે સમયે તેઓ તે પાળી શક્યા નહોતા, કારણ કે જોઈએ તેટલા યાજકોએ પોતાને શુદ્ધ કર્યા નહોતા, તેમ જ સર્વ લોકો પણ યરુશાલેમમાં એકત્ર થયા નહોતા.


અને યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર, અને તું તથા તારી સાથે હારુન ઉપર આવો, પણ યાજકો તથા લોકો યહોવા પાસે આવીને હદ ઓળંગે નહિ, રખેને તે તેઓ ઉપર તૂટી પડે.”


તો હવે જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે.


વળી તેણે ઇઝરાયલમાંથી કેટલાએક જુવાનોને મોકલ્યા કે, જેઓએ દહનીયાર્પણો ચઢાવ્યાં, ને યહોવાની આગળ બળદનાં શાંત્યર્પણો કર્યા.


જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;


તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર [લોક] થાય, ને પોતાના ઈશ્વરનું નામ વટાળે નહિ; કેમ કે તેઓ યહોવાના હોમયજ્ઞ, એટલે પોતાના ઈશ્વરની રોટલી, ચઢાવે છે; એ માટે તેઓ પવિત્ર થાય.


અને તું લોકોને કહે કે, તમે કાલને માટે પોતાને શુદ્ધ કરો, ને તમે માંસ ખાશો, કેમ કે તમે યહોવાના કાનોમાં રડીને કહ્યું, ‘અમને ખાવાને માંસ કોણ આપશે? કેમ કે મિસરમાં અમારે માટે ઠીક હતું.’ એ માટે યહોવઅ તમને માંસ આપશે, ને તમે ખાશો.


તે જ ક્ષણે તેણે તેના પગ પાસે પડીને પ્રાણ છોડ્યો, પછી તે જુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ, અને બહાર લઈ જઈને તેના પતિને પડખે તેને દાટી.


એ વાતો સાંભળતા જ અનાન્યાએ પડીને પ્રાણ છોડયો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણું ભય લાગ્યું.


Lean sinn:

Sanasan


Sanasan