Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 19:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને ત્રીજે દિવસે સવારમાં એમ થયું કે, ગર્જના તથા વીજળી તથા પર્વત પર ઘાડું વાદળ, તથા રણશિંગડાનો બહુ મોટો અવાજ થયાં; અને તેથી છાવણીના સર્વ લોક ધ્રૂજી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 ત્રીજે દિવસે સવારે મેઘગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા, પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 19:16
31 Iomraidhean Croise  

વળી આકાશોને નમાવીને તે ઊતર્યા; અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો.


તેથી યાજકો મેઘને લીધે સેવા કરવાને ઊભા રહી શક્યા નહિ, કેમ કે યહોવાના ગૌરવથી ઈશ્વરનું મંદિર ભરાઈ ગયું હતું.


પાણીની રેલને માટે કોને નાળાં ખોદ્યાં છે? અથવા ગર્જનાની વીજળીને માટે માર્ગ [કોણે બનાવ્યો છે] ? કે


આપણા ઈશ્વર આવશે, તે ચૂપ રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે, તેમની આસપાસ તોફાન જાગશે.


તમારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા ડોલી.


હે મારા લોકો, સાંભળો, હું તમારી આગળ સાક્ષી પૂરીશ; હે ઇઝરાયલ, જો તું મારું સાંભળે તેઓ કેવું સારું!


તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; તે જોઈને પૃથ્વી કાંપી.


ને ત્રીજા દિવસને માટે તૈયાર થાય; કેમ કે ત્રીજે દિવસે યહોવા સર્વ લોકોના જોતાં સિનાઇ પર્વત ઉપર ઊતરશે.


અને તેણે લોકોને કહ્યું, “તમે ત્રીજા દિવસને માટે તૈયાર થાઓ; સ્‍ત્રીની નજીક જતા મા.”


અને ઈશ્વરને મળવા માટે મૂસાએ લોકોને છાવણી બહાર કાઢયા; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા.


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, હું ઘાડા વાદળામાં તારી પાસે આવું છું, એ માટે કે જ્યારે હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે, ને વળી તારા [કહેવા] પર તેઓ સદા વિશ્વાસ કરે.” અને મૂસાએ લોકોનું કહેવું યહોવાએ જાહેર કર્યું.


અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિગંડાનો અવાજ તથા ધુમાતો પર્વત જોયાં; અને તે જોઈને લોકોને ધ્રજારી છૂટી, ને તેઓ દૂર ઊભા રહ્યા.


અને લોકો આઘા ઊભા રહ્યા, ને જે ઘોર અંધકારમાં ઈશ્વર હતા તેમની પાસે મૂસા ગયો.


તે વખતે મેઘે મુલાકાતમંડપ ઉપર આચ્છાદન કર્યું, ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


અને મૂસાએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી. અને યહોવાએ ગર્જના તથા કરા મોકલ્યાં, અને પૃથ્વી ઉપર અગ્નિ ધસી આવ્યો; અને યહોવાએ મિસર દેશ ઉપર કરા વરસાવ્યા.


યહોવા કહે છે શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ નહિ ધ્રૂજશો? મેં હંમેશને માટે સમુદ્રને માટે રેતીની મર્યાદા ઠરાવી છે કે, તે તેને ઓળંગી શકે નહિ.


યહોવા કોપ કરવામાં ધીમા ને મહા પરાક્રમી છે, તે [દોષિતને] કોઈ પણ રીતે નિર્દોષ ગણનાર નથી. યહોવાનો માર્ગ વંટોળિયામાં તથા તોફાનમાં છે, ને વાદળાં તેમના પગની રજ છે.


અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે.


[તે સમયે યહોવાની વાણી તમને કહી સંભળાવવાને હું યહોવાની તથા તમારી વચમાં ઊભો રહ્યો હતો; કેમ કે તમે અગ્નિથી ડરી જઈને પર્વત ઉપર ચઢ્યા નહિ.] તે એમ બોલ્યા કે,


અને એ દેખાવ એવો ભયંકર હતો કે તેથી મૂસાએ કહ્યું, “હું બહુ બીહું છું અને ધ્રજું છું.”


પ્રભુને દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી,


[ત્યાર પછી] આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું, અને તેમના મંદિરમાં તેમના કરારનો કોશ જોવામાં આવ્યો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ઘરતીકંપ થયાં તથા પુષ્કળ કરા પડયા.


એ બનાવો બન્યા પછી મેં જોયું, તો જુઓ, આકાશમાં એક દ્વાર ઊઘડેલું હતું! અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણશિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવાનું જ છે તે હું તને બતાવીશ.”


રાજયાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે, અને રાજયાસનની આગળ અગ્નિના સાત દીવા બળે છે તે ઈશ્વરના સાત આત્મા છે.


પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો, ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan