Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 18:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યહોવાએ ઇઝરાયલને મિસરીઓના હાથમાંથી છોડાવીને તેઓ ઉપર જે બધો ઉપકાર કર્યો હતો, તેને લીધે યિથ્રો હરખાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુએ ઇઝરાયલીઓને ઇજિપ્તીઓના હાથમાંથી છોડાવીને જે ભલાઈ દર્શાવી હતી તેને લીધે યિથ્રોને આનંદ થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યહોવાહે ઇઝરાયલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેઓના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવાએ ઇસ્રાએલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેમના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 18:9
8 Iomraidhean Croise  

મેં તારા અપરાધ મેઘની જેમ, તથા તારાં પાપ વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર; કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.


હે આકાશો, તમે હર્ષનાદ કરો, કેમ કે યહોવાએ તે કર્યું છે! હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ ઝાડ, તમે ગાયન કરવા માંડો, કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે, ને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે.


યહોવાની રહેમ, અને તેમણે જે સર્વ આપણને બક્ષ્યું છે તેમની દયા પ્રમાણે ને તમની પુષ્કળ રહેમ પ્રમાણે તેમણે ઇઝરાયલનાં સંતાનોનું જે મહાન કલ્યાણ કર્યું છે, તે [બધાં] યહોવાનાં સ્તુતિપાત્ર કાર્યો હું કહી સંભળાવીશ.


યરુશાલેમ પર પ્રેમ કરનારા, તમે સર્વ તેની સાથે હરખાઓ, ને તેને લીધે આનંદ કરો. તેને લીધે શોક કરનારાઓ, તમે સર્વ તેની સાથે હરખાઓ;


ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન [આપવા] માં પોતાના કરતાં બીજાને અધિક ગણો.


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો


જો એક અવયવ દુ:ખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે; તેમ જ જો [એક] અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.


પછી શાઉલે કેનીઓને કહ્યું, “અમાલેકીઓની સાથે તમારો નાશ હું ન કરું, માટે તમે તેઓમાંથી નીકળીને જતા રહો; કેમ કે ઇઝરાયલી લોકો મિસરમાંથી આવ્યા ત્યારે તે સર્વની સાથે તમે માયાળુપણે વર્ત્યા હતા.”


Lean sinn:

Sanasan


Sanasan