Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 18:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને મૂસાએ સમગ્ર ઇઝરાયલીઓમાંથી હોશિયાર માણસોને ચૂંટી કાઢીને તેઓને લોકોના અધિકારીઓ ઠરાવ્યા, એટલે હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 અને ઇઝરાયલીઓમાંથી હોશિયાર આગેવાનો પસંદ કર્યા. તેમણે તેમને હજાર હજારના, સો સોના, પચાસ પચાસના અને દસદસના જૂથ પર આગેવાનો નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 મૂસાએ સર્વ ઇઝરાયલના લોકોમાંથી ચુનંદા માણસો પસંદ કર્યા અને તેઓમાંથી હજારના, સોના, પચાસના, તથા દશ માણસોના ઉપરી તરીકે નિયુક્ત કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 પછી તેણે સર્વ ઇસ્રાએલના લોકોમાંથી સારા માંણસો પસંદ કર્યા અને તેમને હજારના, સોના, પચાસના, તથા દશ માંણસોના ઉપરી નિયુક્ત કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 18:25
9 Iomraidhean Croise  

મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. ગોશેન દેશમાં તેઓ રહે. અને તેઓમાં કોઈ હોશિયાર છે, એવું તું જાણતો હોય તો મારાં ઢોર તેઓનાં હવાલામાં સોંપ.”


દાઉદે પોતાની સાથેના લોકોની ગણતરી કરી, ને તેમના પર સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નીમ્યા.


વળી તું સર્વ માણસોમાંથી હોશિયાર માણસોને, એટલે ઈશ્વરનો ડર રાખનાર સત્ય પુરુષોને તથા સ્વાર્થદ્વેષકોને શોધી કાઢીને તેઓને હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ તેઓના ઉપર ઠરાવ;


અને મૂસાએ તેના સસરાનું કહેવું સાંભળીને તેણે જે કહ્યું હતું તે બધું તેણે કર્યું.


તેમના પિતાઓનાં કુળોના જે અધિપતિઓ, એટલે ઇઝરાયલના હજારોના મુખ્યો, પ્રજાએ પસંદ કર્યા તેઓ એ હતા.


અને પ્રત્યેક કૂળમાંનો એક પુરુષ, જે તેના પિતાના ઘરનો મુખ્ય હોય, તે તમારી સાથે રહે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર માણસ કે જેઓને તું લોકોના વડીલો તથા તેઓના ઉપરીઓ તરીકે ઓળખે છે તેઓને મારી રૂબરૂ એકઠા કર, અને મુલાકાતમંડપની પાસે તેઓને લાવ કે, તેઓ ત્યાં તારી સાથે ઊભા રહે.


એ વાત આખી મંડળીને સારી લાગી; અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક માણસને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.


તેથી તમારાં કુળોના મુખ્યો જેઓ બુદ્ધિમાન તથા નામીચા પુરુષો હતા તેઓને લઈને મેં તેઓને તમારા અધિકારીઓ ઠરાવ્યા, એટલે જેવાં તમારાં કુળો તે પ્રમાણે હજારહજાના આગેવાનો, તથા સોસોના આગેવાનો, તથા દશદશના આગેવાનો, તથા અમલદારપ [ઠરાવ્યા].


Lean sinn:

Sanasan


Sanasan