Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 16:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને સવારે તમે યહોવાનું ગૌરવ જોશો; કેમ કે તેમની વિરુદ્ધ તમારી કચકચ યહોવાએ સાંભળી છે; અને અમે તો શા લેખામાં છીએ, કે તમે અમારી વિરુદ્ધ બડબડ કરો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 સવારે તમે પ્રભુના ગૌરવને જોશો. તેમની વિરુદ્ધની તમારી કચકચ તેમણે સાંભળી છે. તમારી કચકચ તેમની વિરુદ્ધની છે; કારણ, અમારી શી વિસાત કે તમે અમારી વિરુદ્ધ કચકચ કરો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કાલે સવારે તમે લોકો યહોવાહનું ગૌરવ જોશો કારણ કે તેમણે તેઓની વિરુદ્ધની તમારી ફરિયાદ કાને ધરી છે, તમે હમેશાં અમને ફરિયાદ કરો છો, પણ અમે એમાં શું કરી શકીએ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કાલે સવારે તમે લોકો યહોવાનું ગૌરવ જોશો કારણ કે તેમણે તેમની વિરુદ્ધની તમાંરી ફરિયાદ સાંભળી છે, તમે હમેશા અમને ફરિયાદ કરો છો, હવે કદાચ અમને થોડો આરામ મળે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 16:7
17 Iomraidhean Croise  

અને હારુન ઇઝરાયલી લોકોની આખી સભાને વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે, તેઓએ અરણ્ય તરફ જોયું, તો જુઓ, યહોવાનું ગૌરવ મેઘમાં દેખાયું.


“મેં ઇઝરાયલીઓની કચકચ સાંભળી છે. તેઓને એમ કહે, કે તમે સાંજે માંસ ખાશો ને સવારે તમે રોટલીથી તૃપ્ત થશો; અને તમે જાણશો કે તમારો ઈશ્વર યહોવા હું છું.”


અને મૂસાએ કહ્યું, “યહોવા સાંજે તમને માંસ ખાવા આપશે, ને સવારે ધરાતાં સુધી રોટલી આપશે (ત્યારે એમ થશે); કેમ કે યહોવાની વિરુદ્ધ જે કચકચ તમે કરો છો તે તે સાંભળે છે; અને અમે તે કોણ? તમારી કચકચ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”


અને તેઓએ ઇઝરાયલના ઈશ્વરને જોયા. અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી, અને તે આકાશના જેવી નિર્મળ હતી.


અને યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર થંભ્યું, ને છ દિવસ સુધી મેઘે તેને ઢાંકી રાખ્યો; અને સાતમે દિવસે યહોવાએ મેઘમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો.


તે વખતે મેઘે મુલાકાતમંડપ ઉપર આચ્છાદન કર્યું, ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો વૈભવ જોશે.


યહોવાનું ગૌરવ પ્રગટ થશે, ને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”


અને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે. અને તમને યહોવાના ગૌરવનું દર્શન થશે.”


પણ આખી પ્રજાએ કહ્યું, “તેઓને પથ્થરે મારો.” અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલી લોકોને યહોવાનું ગૌરવ દેખાયું.


“આ દુષ્ટ પ્રજા જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેનું ક્યાં સુધી હું સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ કે જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે મેં સાંભળી છે.


એ કારણ માટે તું તથા તારી આખી ટોળી યહોવાની વિરુદ્ધ એકત્ર થયા છો. અને હારુન તે કોણ કે તમે તેની સામે કચકચ કરો છો?”


અને જ્યારે મૂસા તથા હારુનની વિરુદ્ધ સર્વ લોકો એકત્ર થયા ત્યારે એમ થયું કે તેઓએ મુલાકાતમંડપની તરફ જોયું. તો જુઓ, મેઘે તેના પર આચ્છાદાન કર્યું હતું, ને યહોવાનું ગૌરવ જોવામાં આવ્યું.


અને એમ થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને કળીઓ ફૂટશે. અને જે કચકચ ઇઝરાયલી પ્રજા તમારી વિરુદ્ધ કરે છે તે હું મારી પાસેથી બંધ પાડીશ.”


પણ ઈસુએ એ સાંભળીને કહ્યું, “જેથી મરણ થાય એવી આ માંદગી નથી. પણ તે ઈશ્વરના મહિમાને અર્થે છે કે તેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.”


ઈસુ તેને કહે છે, “જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું?”


Lean sinn:

Sanasan


Sanasan