Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હે યહોવા, તમારો જમણો હાથ પરાક્રમે મહિમાવાન છે. હે યહોવા, તમારો જમણો હાથ શત્રુઓને અફાળીને તેમના ચૂરા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હે યહોવાહ! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવાહ! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “યહોવા! તમાંરો જમણો હાથ, પરાક્રમે મહિમાંવાન છે. હે યહોવા! તમાંરા જમણા હાથે શત્રુઓને છિન્ન ભિન્ન કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:6
27 Iomraidhean Croise  

જેઓ તમારા પર ભરોસો રાખે છે [તેમની સામે] ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદભુત કરુણા દર્શાવો.


તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”


ગૌરવવાન રાજા તે કોણ? યહોવા, જે બળવાન તથા પરાક્રમી છે, યહોવા, જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.


કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


હે ઈશ્વર, તમે મારા રાજા છો; યાકૂબને માટે તારણ ફરમાવો.


તમારા પ્રિય લોક છૂટી જાય, માટે તમારા જમણા હાથથી તેઓનું તારણ કરીને મને ઉત્તર આપો.


તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? તમારા ઉરમાંથી તેને કાઢીને તેમનો નાશ કરો,


ત્યારે મેં કહ્યું, “આ તો મારી નિર્બળતા છે;” [પરંતુ] પરાત્પરના જમણા હાથનાં વર્ષો [હું સંભારીશ].


ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે; તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.


યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.


હે યહોવા, દેવો મધ્યે તમારા જેવો કોણ છે? તમારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્તા [બીજો] કોણ છે?


તમે તમારો જમણો હાથ લાંબો કર્યો, પૃથ્વી તેઓને ગળી ગઈ.


તેઓ ઉપર ત્રાસ તથા ભય આવી પડે છે; તમારા ભુજના મહત્વથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા છે; જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂર્ણ થાય, હે યહોવા, જ્યાં સુધી તમારા ખરીદેલા લોકો મુકામે પહોંચી જાય, ત્યાં સુધી.


અને યહોવાએ ઇઝરાયલને લીધે ફારુનને તથા મિસરીઓને જે બધું કર્યું હતું, ને જે બધું કષ્ટ તેમના પર માર્ગમાં પડયું હતું, ને કેવી રીતે યહોવાએ તેઓનો બચાવ કર્યો હતો, તે બધું મૂસાએ તેના સસરાને કહી સંભળાવ્યું.


અને મારો હાથ લાંબો કરીશ તે બધા વડે હું મિસરને મારીશ; અને ત્યાર પછી તે તમને જવા દેશે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “હવે હું ફારુનની શી દશા કરીશ તે તું જોશે; કેમ કે મારા બળવાન હાથને કારણે તે તેઓને જવા દેશે, ને મારા બળવાન હાથને કારણે તે તેના દેશમાંથી તેઓને હાંકી કાઢશે.”


કુંભારનું હાલ્લું તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાંગી નાખશે, ને દયા રાખ્યા વગર તેના ચૂરેચૂરા એવી રીતે કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે, ને ટાકાંમાંથી પાણી કાઢવા માટે ઠીકરું સરખુંયે મળશે નહિ.”


રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?


યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે [કરેલું] તારણ જોશે.


જેમણે મૂસાને જમણે હાથે પોતાનો પ્રતાપી ભુજ ચાલતો રાખ્યો હતો, જેમણે પોતાને માટે અમર નામ કરવાને અમારી આગળ [સમુદ્રના] પાણીના બે ભાગ કર્યા,


હું તેઓને એકબીજા સામે [લડાવીશ] , પિતાને તથા પુત્રોને એકબીજા સામે અથડાવીશ, એમ યહોવા કહે છે. હું [તેઓ પર] દયા, ક્ષમા કે કરુણા કરીશ નહિ, પણ તેઓનો નાશ કરીશ.’


અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. [કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.]


તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, અને કુંભારના વાસણની જેમ તેઓના કકડેકકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું.


યહોવાની સામે ટક્‍કર લેનારાઓના ટુકડે ટુકડા કરી નંખાશે; તેમની સામે આકાશમાંથી તે ગર્જના કરશે; યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે; તે પોતાના રાજાને બળ આપશે. અને પોતાના અભિષિક્તનું શિંગ ઊંચું કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan