Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને મરિયમે તેઓને પ્રત્યુત્તર આપ્યો, “યહોવાની આગળ ગાયન કરો, કેમ કે તેમણે મહિમાવાન ફતેહ મેળવી છે; તેમણે ઘોડા તથા તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 મિર્યામે તેમની સાથે આ ગીત ગાયું: “પ્રભુની આગળ ગાયન ગાઓ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 મરિયમે તેઓને ગવડાવ્યું, “ઈશ્વરની આગળ ગાયન કરો, કેમ કે તેમણે ગૌરવી વિજય પ્રાપ્ત કર્યો છે, તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દીધા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 મરિયમ તેમને ગવડાવતી હતી: “આપો આપો યહોવાને માંન, ગાઓ યહોવાના મહિમાં-ગાન, એનો વિજય છે કેવો મહાન! એની ફતેહ છે મહિમાંવાન, ડુબાડયા સમુદ્રને પેટાળ, એનાં ઘોડોને અસવાર.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:21
17 Iomraidhean Croise  

ગાથમાં એ કહેતા ના, આશ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરતા ના; રખેને પલિસ્તીઓની દીકરીઓ હરખાય, રખેને બેસુન્‍નતીઓની દીકરીઓ જ્યજ્યકાર કરે.


અને દાઉદ યહોવાની આગળ પોતાના બધા બળથી નાચતો હતો. અને દાઉદે શણનો એફોદ અંગે વીંટાળેલો હતો.


અને જ્યારે રણશિંગડાંવાળાએ તથા ગાનારાઓએ યહોવાની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે ઉચ્ચ સ્વરથી એક સરખો આવાજ કર્યો; અને જ્યારે તેઓએ રણશિંગડાંથી, ઝાંઝોથી તથા વાજિંત્રોથી મોટો નાદ કાઢ્યો, ને યહોવાની સ્તુતિ કરીને કહ્યું, “તે સારા છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ [ટકે] છે.” તે વખતે યહોવાનું મંદિર મેઘથી ભરાઈ ગયું,


હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ તથા ઘોડો બન્ને ભરનિદ્રામાં પડેલા છે.


તે પ્રસંગે મૂસાએ તથા ઇઝરાયલના લોકોએ યહોવાની આગળ નવું ગીત ગાયું, એટલે કે, “હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેમણે મહાફતેહ મેળવી છે; તેમણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે.


તેમણે ફારુનના રથો તથા સૈન્ય સમુદ્રમાં ફેંકી દીધાં છે; અને તેના માનીતા સરદારોને સૂફ સમુદ્રમાં ડુબાડી દીધા છે.


તેઓ રાજયાસનની આગળ અને ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જે એક લાખ ચુમ્માળીસ હજારને ખરીદવામાં આવ્યા હતા, તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શકયું નહિ.


તેઓ ઈશ્વરના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે, “ હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદભુત છે. હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.


તેઓ નવું કીર્તન ગાતાં કહે છે, “તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, ને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના [લોકોને] વેચાતા લીધા છે.


હે રાજાઓ, તમે સાંભળો; હે સરદારો, કાન ધરો; હુ, [હા,] હું યહોવાની આગળ ગાયન કરીશ; ઇઝરયલના ઈશ્વર યહોવાની હું સ્તુતિ ગાઈશ.


અને દાઉદ પલિસ્તીઓનો સંહાર કરીને પાછો ફર્યો ત્યાર પછી તેઓ આવતા હતા, ત્યારે એમ બન્યું કે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્‍ત્રીઓ ડફ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાચતી નાચતી શાઉલને મળવા નીકળી આવી.


તે સ્‍ત્રીઓ ગમતમાં ગાતાં ગાતાં એકબીજીને કહેતી, “શાઉલે સહસ્રોને, અને દાઉદે દશ સહસ્રોને સંહાર્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan