Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 લોક સાંભળીને કાંપે છે; પેલેશેથવાસીઓને વેદના થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 એ સાંભળીને પ્રજાઓ ભયથી કાંપે છે; પલિસ્તીઓમાં આતંક છવાઈ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પ્રજા આ સાંભળીને કંપે છે, સર્વ પલિસ્તી વાસીઓ પીડા પામ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “પ્રજા આ સાંભળી કંપીને ગભરાઈ, સહુ પલેશેથવાસીઓ ભયથી ગભરાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:14
20 Iomraidhean Croise  

ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઈ ગઈ, અને યહોવાએ સર્વ પ્રજાઓ પર તેનો દાબ બેસાડ્યો.


ત્યાં તેમને ધ્રુજારી છૂટી; તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.


તમે પૂર્વના વાયુએ તાર્શિશનાં વહાણોને ભાંગી નાખો છો.


“હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે તમે હરખાશો નહિ; કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે, તે તેમાંથી ઊડણ સર્પ ઉત્પન્ન થશે.


હે નગરદ્વાર, વિલાપ કર; હે નગર, આક્રંદ કર; હે પલિસ્તી દેશ, પીગળી જા; કેમ કે ઉત્તર તરફથી ધુમાડો આવે છે, ને તેના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી.


મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને ખેદ પામશે.


જ્યારે હું તારા જાણવામાં નહિ આવેલા એવા વિદેશીઓના દેશોમાં તારો વિનાશ કરીશ ત્યારે હું ઘણી પ્રજાઓનાં તંત:કરણોને પણ હેરાન કરીશ.


તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાઓને વિખેરી નાખે છે. અનાદિ પર્વતોના ટુકડેટુકડા થઈ ગયા છે, સનાતન ડુંગરો નમી ગયા છે. તેમના માર્ગો સદાકાળના છે.


મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં [પડેલા] જોયા. મિદ્યાન દેશના પડદા ધ્રૂજયા.


અને તેઓ આ દેશના રહેવાસીઓને તે કહેશે. તેઓએ સાંભળ્યું છે કે તમે યહોવા આ લોક મધ્યે છો; કેમ કે તમે યહોવા તેઓને મોઢામોઢ દેખાવ છો, ને તમારો મેઘ તેઓના ઉપર થોભે છે, ને દિવસે મેઘસ્તંભમાં તથા રાત્રે અગ્નિસ્તંભમાં તેઓની આગળ તમે ચાલો છો.


અને તેણે બયોરના દિકરા બલામને બોલાવવા માટે પથોર કે જે નદી પર છે, ત્યાં એટલે તેના લોકના પુત્રોના દેશમાં, માણસોને મોકલીને કહેવડવ્યું “જુઓ, મિસરમાંથી એક દેશજાતિ આવી છે. જુઓ તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે, ને તેઓએ મારી સામે પડાવ નાખ્યો છે.


હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ ઉપર તારો ડર તથા ધાક એવો બેસાડવા માંડીશ કે, તેઓ તારું નામ સાંભળીને ધ્રૂજશે ને તારાથી ત્રાહેમામ પોકારશે.


ત્યારે તેઓ બહુ બીધા, કેમ કે ગિબ્યોન તો પાટનગર જેવું મોટું નગર હતું, વળી આય કરતાં પણ મોટું હતું, ને તેના સર્વ માણસો બળવાન હતા.


અને એ સાંભળતાં જ અમારાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તમારે લીધે કોઈમાં કંઈ હિમ્મત રહી નહિ; કેમ કે યહોવા તમારા ઈશ્વર તે જ ઉપર આકાશમાં ને નીચે પૃથ્વી પર ઈશ્વર છે.


અને તેઓએ યહોશુઆને ઉત્તર અપ્યો, “તમારે લીધે અમારા જીવને માટે અમને ઘણો ભય હતો તેથી અમે આ કામ કર્યું છે; કેમ કે આખો દેશ તમને આપવાની તથા તમારી આગળથી દેશના સર્વ રહેવાસીઓનો નાશ કરવાની જે આ તારા ઈશ્વર યહોવાએ તેમના સેવક મૂસાને આપી હતી, તે ખચીત તારા દાસોના સાંભળવામાં આવી છે.


અને તેઓએ તેને કહ્યું, “તારા ઈશ્વર યહોવાના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ. કેમ કે તેમની કીર્તિ, ને તેમણે મિસરમાં જે જે કર્યું તે સર્વ અમે સાંભળ્યું છે,


આથી પલિસ્તીઓ ભયભીત થયા, કેમ કે તેઓએ કહ્યું, “ઈશ્વર છાવણીમાં આવ્યા છે.” વળી તેઓએ કહ્યું, “આપણને અફસોસ! કેમ કે આજ સુધી આવું કદી બન્યું નથી.


આપણને અફસોસ! આ પરાક્રમી દેવોના હાથમાંથી આપણને કોણ છોડાવશે? જે દેવોએ મિસરીઓને રાનમાં સર્વ પ્રકારના મરાઓથી માર્યા હતા તે જ એ છે.


Lean sinn:

Sanasan


Sanasan