નિર્ગમન 14:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને મિસરીઓ તથા ફારુનના બધા ઘોડા તથા રથો તથા તેના સવારો તથા તેનું સૈન્ય તેઓની પાછળ પડયાં, ને તેઓ બાલસફોનની સામેનઅ પીહાહીરોથની સામે સમુદ્રકાંઠે છાવણી નાખીને પડેલા હતા, ત્યાં તેઓએ તેમને પકડી પાડયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 સમગ્ર ઇજિપ્તી સૈન્ય અને ફેરોના સર્વ ઘોડા, રથો તથા તેના સવારોએ તેમનો પીછો કર્યો. ઇઝરાયલીઓ જ્યાં બઆલ સાફોન તથા પીહાહીરોથ આગળ સૂફ સમુદ્રને કાંઠે છાવણી નાખી પડયા હતા ત્યાં ઇજિપ્તીઓએ તેમને પકડી પાડયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મિસરના લશ્કરના અસંખ્ય ઘોડેસવારો તથા રથસવારો તથા અન્ય સૈનિકોએ ઇઝરાયલીઓનો પીછો કર્યો. અને તેઓ બઆલ-સફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે છાવણીમાં તેઓની નજીક આવી પહોંચ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ9 મિસરના લશ્કરમાં અસંખ્ય ઘોડા, સૈનિકો અને રથો હતા. તે બધાએ એટલે કે ઘોડેસવારોએ તથા રથ સવારોએ તથા સૈનિકોએ ઇસ્રાએલીઓનો પીછો પકડયો. અને તેઓ બાલસફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે પડાવ નાખીને રહ્યા હતા ત્યાં તેમને પકડી પાડ્યા. Faic an caibideil |