Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 14:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને ફારુન ઇઝરાયલીઓ વિષે કહેશે કેમ તેઓ દેશમાં ગૂંચવાઈ ગયા છે. અરણ્યમાં તેઓ સપડાઈ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ફેરો વિચારશે કે ઇઝરાયલીઓ દેશમાં ભૂલા પડી રઝળી રહ્યા છે અને રણપ્રદેશમાં અટવાઈ પડયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 એટલે ફારુનને એવું લાગશે કે, “ઇઝરાયલીઓ અરણ્યમાં ભૂલા પડ્યા છે અને અટવાઈ ગયા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ફારુન વિચારશે કે, ઇસ્રાએલીઓ રણપ્રદેશમાં ભૂલા પડી ગયા છે અને રણ એમને ઘેરી વળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 14:3
15 Iomraidhean Croise  

મારું બોલવું તથા ઊઠવું તમે જાણો છો; તમે મારો વિચાર વેગળેથી સમજો છો.


કેમ કે, હે યહોવા, તમે મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણો છો.


મારા જીવ વિષે ઘણા કહે છે, “તેને ઈશ્વર તારશે નહિ.” (સેલાહ)


તેઓ કહે છે, “ઈશ્વરે તેને તજી દીધો છે; આપણે તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે એને છોડાવનાર કોઈ નથી.”


“ઇઝરાયલી લોકોને કહે, તમે પાછા ફરીને બાલસફોનની સામેના પીહહીરોથની સામે મિગ્દોલ તથા સમુદ્રની વચમાં છાવણી કરો, એટલે તેની સામે સમુદ્રકાંઠે તમે છાવણી કરો.


અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.


પ્રભુ યહોવા કહે છે કે, મારા સેવકો, એટલે ઇઝરાયલના પ્રબોધકો, જેઓ તે સમયે ઘણાં વર્ષો સુધી હું તને તેમના ઉપર ચઢાવી લાવીશ એવું ભવિષ્ય કહેતા હતા, તેઓની મારફતે પ્રાચીન કાળમાં હું જેના વિષે બોલ્યો હતો તે તું છે શું?


જેથી તમારા હાથે તથા તમારી યોજના પ્રમાણે જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.


અને જ્યારે ઘણાં દુ:ખ તથા સંકટ તેઓ પર આવી પડશે, ત્યારે એમ થશે, કે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ; કેમ કે હાલ પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા તેમાં હું તેઓને લાવું તે પહેલાં, તેઓ જે સંકલ્પવિકલ્પ કરે છે તે હું જાણું છું.”


ગાઝીઓને ખબર મળી કે, સામસૂન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો, ને સવારે દિવસ ઊગતાં આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા.


માટે જાઓ, ને તેની સંતાઈ રહેવાની સર્વ જગાઓ જાણી લઈને જરૂર મારી પાસે ફરીથી આવજો, એટલે હું તમારી સાથે આવીશ. અને જો દાઉદ તે દેશમાં હશે તો એમ થશે કે હું તેને યહૂદિયાના હજારો [માણસો] માંથી શોધી કાઢીશ.”


શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં આવ્યો છે ત્યારે શાઉલે કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે; કેમ કે દરવાજા તથા ભૂંગળોવાળા નગરમાં પેસવાથી તે અંદર ગોંધાઈ ગયો છે.”


Lean sinn:

Sanasan


Sanasan