Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 14:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પણ ઇઝરાયલી લોકો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલ્યા ગયા; અને પાણી તેમને જમણે તથા ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 પરંતુ ઇઝરાયલીઓ તો સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા અને સમુદ્રનાં પાણી તેમની બન્‍ને બાજુએ ભીંતરૂપ થઈ ગયાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પરંતુ ઇઝરાયલના લોકો તો સમુદ્રની વચ્ચેથી કોરી ભૂમિ પર થઈને પસાર થઈ ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીંતો થઈ ગઈ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 પરંતુ ઇસ્રાએલના લોકો સમુદ્રની વચ્ચેથી સૂકી જમીન પર થઈને ચાલ્યા ગયા હતા. અને પાણીની ભીંત તેમની ડાબી અને જમણી બાજુએ થઈ ગઈ હતી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 14:29
19 Iomraidhean Croise  

અને એલિયાએ પોતાનો ઝબ્બો લઈને તેને વીંટાળીને તેને પાણી પર અફાળ્યો, એથી તેના આમતેમ બે ભાગ થઈ ગયા, એટલે તેઓ કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા.


તમે તેઓની આગળથી સમુદ્રના બે ભાગ કરી નાખ્યા, તેથી તેઓ સમુદ્રની કોરી ભૂમી ઉપર ચાલીને પેલે પાર ગયા. અને જેમ પથ્થરને મહા જળમાં [ફેંકવામાં આવે] તેમ, તેઓની પાછળ લાગેલાઓને તમે ઊંડાણમાં ફેંકી દીધા.


લાલ સમુદ્રને પણ તેમણે ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો; એ પ્રમાણે તેમણે જાણે મેદાનમાં હોય તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોરી લીધા.


જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


તેમણે સમુદ્રના બે ભાગ પાડીને તેઓને પાર ઉતાર્યા; અને ઢગલાની જેમ પાણી સ્થિર રાખ્યું.


અને ઇઝરાયલીઓ કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને ગયા; અને પાણી તેમને જમણે તથા ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયાં હતાં.


કેમ કે ફારુનના ઘોડા, તેના રથો તથા તેના સવરો સાથે સમુદ્રમાં ગયા, ને યહોવાએ સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં. પણ ઇઝરાયલી લોકો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલ્યા.


અને તમારાં નસકોરાંના શ્વાસથી પાણીનો ઢગલો થયો. મોજાંઓ થોભીને તેમના જાણે કે સીધા ટેકરા બની ગયા; સમુદ્રના ભીતરમાં જળનિધિઓ ઠરી ગયા.


યહોવા મિસરના સમુદ્રની જીભને સૂકવી નાખશે; અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવશે, ને તેને મારીને સાત નાળાં કરશે, અને લોકો જોડા પહેરીને પાર જશે.


તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.


જેણે સમુદ્રને, તેનાં અગાધ પાણીને સુકવી નાખ્યાં, જેણે ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી?


પણ તારા કર્તા, આકાશોને પ્રસારનાર, તથા પૃથ્વીનો પાયો નાખનાર યહોવાને તું વીસરી ગયો છે; જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ સતત તેના ક્રોધને લીધે બીએ છે? વળી જુલમીનો ક્રોધ ક્યાં છે?


કેમ કે, મારા ભાઈઓ, મારી ઇચ્છા નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળા [ની છાયા] નીચે સમુદ્રમાં થઈને પાર ગયા.


ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામનગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું. અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan