Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 14:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેમણે તેઓના રથોનાં પૈડાં કાઢી નાખ્યાં, તેથી તેમને તે ચલાવવા મુશ્કેલ થઈ પડયું; અને તેથી મિસરીઓએ કહ્યું “આપણે ઇઝરાયલની આગળથી નાસીએ; કેમ કે યહોવા તેઓના પક્ષમાં રહીને મિસરીઓની વિરુદ્ધ લડે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તેમણે ઇજિપ્તીઓના રથોનાં પૈડાં ફસાવી દીધાં જેથી તેમને રથો ચલાવવાનું મુશ્કેલ થઈ પડયું. ત્યારે ઇજિપ્તીઓએ કહ્યું, “પ્રભુ ઇઝરાયલીઓના પક્ષમાં રહીને આપણી વિરુદ્ધ લડે છે, માટે આપણે અહીંથી નાસી છૂટીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 યહોવાહે તેઓના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે તે ફરી શકતાં ન હતાં. આથી મિસરના સૈનિકો બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવાહ પોતે ઇઝરાયલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યા છે. ચાલો, આપણે પાછા જતા રહીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 યહોવાએ તેમના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે માંડ માંડ ફરતાં હતા. આથી તેઓ બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવા ઇસ્રાએલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યાં છે. ચાલો, આપણે પાછા ફરીએ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 14:25
26 Iomraidhean Croise  

જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું કે યહોવા ઇઝરાયલના શત્રુ સામે લડ્યા, ત્યારે તેઓ ઈશ્વરથી ડરવા લાગ્યા.


એમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોએ કહ્યું, “તમારે તેઓથી બીવું નહિ. મોટા ને ભયાવહ યહોવાનું સ્મરણ કરો, અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારાં ઘરોને માટે લડો.”


જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આસપાસના સર્વ વિદેશીઓને ડર લાગ્યો, અને તે અતિશય નિરાશ થયા; કેમ કે આ કામ અમારા ઈશ્વરથી થયેલું છે એ તેઓએ જાણ્યું.


તમે તેઓની આગળથી સમુદ્રના બે ભાગ કરી નાખ્યા, તેથી તેઓ સમુદ્રની કોરી ભૂમી ઉપર ચાલીને પેલે પાર ગયા. અને જેમ પથ્થરને મહા જળમાં [ફેંકવામાં આવે] તેમ, તેઓની પાછળ લાગેલાઓને તમે ઊંડાણમાં ફેંકી દીધા.


પણ દુષ્ટોની આંખો ક્ષીણ થઈ જશે, અને તેઓને નાસી જવાનો કોઈ માર્ગ નહિ રહે, અને મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.”


લોઢાના શસ્ત્રથી તે નાસશે, અને પિત્તળનું ધનુષ્ય તેને વીંધી નાખશે.


કેમ કે [ઈશ્વર] તેના પર [બાણ] ફેંકશે, અને દયા રાખશે નહિ. તે તેમના હાથમાંથી નાસી જવા ફોસટ ફાંફાં મારશે.


હે યહોવા, મારી સાથે વાદ કરનારની સાથે તમે વાદ કરો; મારી સામે લડનારની સામે તમે લડો.


તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી બાળી નાખે છે.


“સેનાધિપતિઓ નાસે છે, તેઓ નાસી જાય છે!” અને ઘેર રહેનારી સ્ત્રી લૂંટ વહેંચે છે.


હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ તથા ઘોડો બન્ને ભરનિદ્રામાં પડેલા છે.


યહોવા તમારે માટે યુદ્ધ કરશે, ને તમારે શાંત રહેવું.”


અને જયારે ફારુન તથા તેના રથો તથા તેના સવારો પર હું મહિમા પામીશ, ત્યારે મિસરીઓ જાણશે કે હું યહોવા છું.”


અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.


યહોવા તો યોદ્ધો છે; તેમનું નામ યહોવા છે.


કેમ કે યહોવાએ મને કહ્યું છે, “જ્યારે સિંહ તથા સિંહનો બચ્ચો પોતાના શિકાર પર ઘૂરકે છે, ત્યારે જો તેની સામા ભરવાડોનો મોટો જથો બોલાવવામાં આવે, તો તેઓની બૂમ સાંભળીને તે બી જતો નથી, અને તેમના હોકારાથી તે ભયભીત થતો નથી; તેમ સૈન્યોના યહોવા સિયોન પર્વત પર, તથા તેના ડુંગર પર યુદ્ધ કરવાને ઊતરી આવશે.


હું તારા વડે ઘોડાનું તથા તેના પર બેસનારનું ખંડન કરીશ. તારા વડે હું રથ તથા તેમાં બેસનારનું ખંડન કરીશ;


પણ હું રાબ્બાના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે, યુદ્ધને સમયે થતા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.


[તે તો] જેમ કોઈ માણસને સિંહ પાસેથી નાસી જતાં રીંછની ભેટ થઈ જાય, અને ઘરમાં ભરાઈ જઈને પોતાનો હાથ ભીંતે ટેકવતાં તેને સાપ કરડે, તેવો છે.


મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે કહ્યું, “સ્તંભોનાં મથાળાં પર એવો મારો ચલાવો કે છાપરું હાલી જાય. અને તે સર્વ લોકોના માથા પર પડીને તમના ભાંગીને ચૂરેચૂરા કરો. અને તેઓમાં જે બાકી રહેશે તેઓનો હું તરવારથી સંહાર કરીશ. તેઓમાંનો એક પણ નાસી જવા પામશે નહિ.


યહોવા તમારા ઈશ્વર જે તમારી આગળ ચાલે છે, તે તમારા માટે યુદ્ધ કરશે. મિસરમાં જે બધાં કૃત્યો તેમણે તમારી આંખો આગળ કર્યાં તે પ્રમાણે [તે કરશે].


તમે તેઓથી ડરશો નહિ; કેમ કે યહોવા તમારો ઈશ્વર પોતે તમારે પક્ષે યુદ્ધ કરે છે.


કેમ કે ખુદ આપણા શત્રુઓના માનવા પ્રમાણે પણ, તેઓનો ખડક આપણા ખડક જેવો નથી.


તે દિવસેના જેવો એક પણ દિવસ તેની આગળ કે તેની પાછળ થયો નથી, કે [જ્યારે] યહોવાએ માણસની વાણી સાંભળી હોય; કેમકે ઇઝરાયલને માટે યહોવા લડ્યા.


અને યહોવાએ સીસરાનો, તથા તેના સર્વ રથોનો, તથા તેના સર્વ સૈન્યનો બારાકની આગળ તરવારથી પરાભવ કર્યો. અને સીસરા તેના રથમાંથી ઊતરીને પગપાળો નાસી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan