Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 14:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને એમ થયું કે સવારના પહોરમાં યહોવાએ અગ્નિ તથા મેઘસ્તંભમાંથી મિસરીઓના સૈન્ય ઉપર નજર કરીને મિસરીઓના સૈન્યનો પરાજય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 સૂર્યોદય પહેલાં મેઘસ્થંભ અને અગ્નિસ્થંભમાંથી પ્રભુએ ઇજિપ્તી સૈન્ય ઉપર નજર કરીને તેમને ભારે ગભરાટમાં નાખી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી પ્રભાતના પ્રથમ પહોરમાં અગ્નિસ્તંભ તથા મેઘસ્તંભમાંથી યહોવાહે મિસરીઓના સૈન્ય પર નજર કરી. તેઓના પર હુમલો કર્યો. તેઓનો પરાજય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 પછી પ્રભાતના પ્રથમ પહોરમાં વાદળ અને અગ્નિના સ્તંભમાંથી યહોવાએ મિસરીઓના સૈન્ય પર દૃષ્ટિપાત કરીને તેમના પર હુમલો કરી તેમનો પરાજય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 14:24
16 Iomraidhean Croise  

તું કહે છે, ‘ઈશ્વર શું જાણે છે? શું તે અગાધ અંધકારની [આરપાર જોઈને] ન્યાય કરી શકે?


એક પળમાં, મધરાતે, તેઓ મરી જાય છે. લોકોને આંચકો લાગે છે એટલે તેઓ લોપ થઈ જાય છે. બળવાનો કોઈ પણ માણસના કર્યા સિવાય નાશ પામે છે,


જ્યારે તે શાંતિ આપે, ત્યારે તેમને દોષપાત્ર કોણ ઠરાવી શકે? વળી પ્રજાથી અથવા માણસથી તે પોતાનું મુખ અદશ્ય રાખે, ત્યારે તેમને કોણ જોઈ શકે?


દરેક અહંકારીને નીચો પાડ; અને દુષ્ટો જ્યાં ઊભા હોય ત્યાં તેમને પગથી ખૂંદી નાખ.


તે પૃથ્વી પર દષ્ટિ કરે છે ત્યારે તે કંપે છે; તે પર્વતોને સ્પર્શ કરે છે. એટલે તેઓમાંથી ધુમાડો નીકળે છે.


તેઓએ તે જોયું ત્યારે તેઓ વિસ્મય પામ્યા; તેઓને દહેશત લાગી, અને તેઓ ત્વરાથી જતા રહ્યા.


વળી દિવસે મેઘથી, અને આખી રાત અગ્નિના પ્રકાશથી તે તેઓને દોરતા હતા.


કેમ કે, તમારી દષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં, અને રાતના એક પહોર જેવાં છે.


અને તેઓ દિવસે તેમ જ રાત્રે ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા માટે મેઘસ્તંભમાં, ને રાત્રે તેમને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં, તેઓની આગળ આગળ ચાલતા.


અને તેમણે તેઓના રથોનાં પૈડાં કાઢી નાખ્યાં, તેથી તેમને તે ચલાવવા મુશ્કેલ થઈ પડયું; અને તેથી મિસરીઓએ કહ્યું “આપણે ઇઝરાયલની આગળથી નાસીએ; કેમ કે યહોવા તેઓના પક્ષમાં રહીને મિસરીઓની વિરુદ્ધ લડે છે.”


વળી જો તેઓ પોતાના શત્રુઓની આગળ ગુલામગીરીમાં જાય તોપણ ત્યાં હું તરવારને આજ્ઞા કરીશ, ને તે તેઓનો સંહાર કરશે. હું હિતને માટે તો નહિ, પણ આપત્તિને માટે મારી ર્દષ્ટિ તેઓ પર રાખી રહીશ.”


સવારે એમ થયું કે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ કરી; અને સવારના પહોરમાં તેઓએ છવણીમાં પેસી જઈને મધ્યાહન થતાં સુધી આમ્મોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખેરાઈ ગયા કે કોઈ ઠેકાણે બ જણ ભેગા મળે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan