Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 14:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને મિસરીઓએ તેમનો પીછો પકડયો, ને ફારુનના સર્વ ઘોડા, તેના રથો તથા તેના ઘોડે સવારો સહિત તેમની પાછળ સમુદ્રની મધ્યે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 પણ ઇજિપ્તીઓ તેમની પાછળ પડયા અને ફેરોના સર્વ ઘોડા, તેના રથો તથા તેના સવારો તેમની પાછળ પાછળ સમુદ્ર મધ્યે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 મિસરીઓ તેઓની પાછળ પડયા. ફારુનના બધા જ રથસવારો, ઘોડેસવારો તથા અન્ય સૈનિકો તેઓની પાછળ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 અને મિસરીઓ તેમની પાછળ પડયા. ફારુનના બધા જ રથો, ઘોડાઓ અને ઘોડેસવારો તેમની પાછળ તેઓ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 14:23
7 Iomraidhean Croise  

અને યહોવાએ કહ્યું, ‘કોણ આહાબને ફોસલાવે કે તે રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરે ને ત્યાં માર્યો જાય?” ત્યારે એકે આમ કહ્યું, અને બીજાએ તેમ કહ્યું.


અને જો, હું તો મિસરીઓનું હ્રદય હઠીલું કરીશ, ને તેઓ તેમની પાછળ ધસશે; અને હું ફારુન તથા તેનાં સર્વ સૈન્ય તથા તેના રથો તથા તેના સવારો પર મહિમા પામીશ.


અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.


કેમ કે ફારુનના ઘોડા, તેના રથો તથા તેના સવરો સાથે સમુદ્રમાં ગયા, ને યહોવાએ સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં. પણ ઇઝરાયલી લોકો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલ્યા.


શત્રુએ કહ્યું, ‘હું પીછો પકડીશ, હું પકડી પાડીશ, હું લૂંટ વહેચીશ; મારી તૃષા હું તેઓ પર તૃપ્ત કરીશ; હું મારી તરવાર તાણીશ, મારો હાથ તેમનો નાશ કરશે.’


સર્વની એક જ ગતિ થવાની છે, એ તો જે સર્વ કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ ભૂંડાઈથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હ્રદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાઓમાં [ભળી જાય છે].


Lean sinn:

Sanasan


Sanasan