નિર્ગમન 14:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો; અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને [પાછો] હઠાવ્યો, ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી, ને તેના પાણીના બે ભાગ થઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 મોશેએ પોતાનો હાથ સમુદ્ર ઉપર લાંબો કર્યો, એટલે પ્રભુએ પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત ચલાવીને તેને પાછો હઠાવ્યો. પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત વાયો અને તેથી સમુદ્રના બે ભાગ પડી ગયા અને સમુદ્ર મધ્યે સૂકી જમીન થઈ ગઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર ઉપર લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ સૂકી જમીન બનાવી હતી. Faic an caibideil |
હું આવ્યો, તો કોઈ માણસ નહોતું; મેં પોકાર્યું, તો કોઈ ઉત્તર આપનાર નહોતો, એનું કારણ શું? શું, મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે, તે તમને છોડાવી શકે નહિ? અને તમને બચાવવાને મારામાં કોઈ શક્તિ નથી? જુઓ, મારી ધમકીથી હું સમુદ્રને સૂકવી નાખું છું, નદીઓને રણ કરી નાખું છું; પાણીની અછતને લીધે તેઓમાંનાં માછલાં ગંધાઈ ઊઠે છે, ને તરસે મરી જાય છે.