Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 14:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તે મિસરીઓના સૈન્ય તથા ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવી રહ્યો; અને મેઘ તથા અંધકાર છતાં પણ રાત્રે તે અજવાળું આપતો. અને તે આખી રાત એક [સૈન્ય] બીજાની પાસે નહોતું આવતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 અને ઇજિપ્તીઓ તથા ઇઝરાયલીઓની વચ્ચે આવીને થંભ્યો. મેઘસ્થંભ ઇજિપ્તીઓ માટે અંધકારરૂપ પણ ઇઝરાયલીઓ માટે પ્રકાશદાયક હતો; તેથી તે આખી રાત એક સૈન્ય બીજા સૈન્ય પાસે આવી શકાયું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 આ રીતે મેઘસ્તંભ મિસરીઓના સૈન્ય અને ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવીને થંભ્યો. ત્યારે વાદળો અને અંધકાર હોવા છતાં મેઘસ્તંભ પણ રાત્રે ઇઝરાયલીઓને પ્રકાશ આપતો હતો. મિસરની સેના માટે સમગ્ર રાત્રી દરમિયાન અંધકાર હોવાને લીધે તે ઇઝરાયલીઓ પાસે આવી શકી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 આ રીતે વાદળા મિસરીઓના સૈન્ય અને ઇસ્રાએલીઓના સૈન્યની વચ્ચે આવી ઉભા રહ્યાં. પણ ઇસ્રાએલી લોકો માંટે પ્રકાશ હતો. એટલે આખી રાત મિસરની સેના અંધકારને કારણે ઇસ્રાએલીઓ પાસે આવી ન શકી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 14:20
9 Iomraidhean Croise  

તેમણે અંધકારને એટલે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષનાં ગાઢાં વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસનું આચ્છાદન બનાવ્યું.


તેમણે તેઓને એવા સહીસલામત ચલાવ્યા કે, તેઓ બીધા નહિ; પણ સમુદ્રે તેઓના શત્રુઓને ગરક કરી દીધા.


અને ઈશ્વરનો જે દૂત ઇઝરાયલના સૈન્યની આગળ ચાલતો હતો, તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો; અને મેઘસ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો.


અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો; અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને [પાછો] હઠાવ્યો, ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી, ને તેના પાણીના બે ભાગ થઈ ગયા.


કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી, ને નાસીને જવાનું નથી; કેમ કે યહોવા તમારી આગળ ચાલશે, ને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


એટલે તે [તમારું] પવિત્રસ્થાન થશે; પરંતુ ઇઝરાયલનાં બન્ને કુળને માટે તે ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર પહાણો થશે, યરુશાલેમના રહેવાસીઓને માટે તે ફાંસલારૂપ તથા ફાંદારૂપ થઈ પડશે.


અને તેઓએ યહોવાને પોકાર કર્યો, ત્યારે યહોવાએ તમારી તથા મિસરીઓની વચ્ચે અંધકાર કરી નાખ્યો, ને તેઓ પર સમુદ્ર લાવીને તેઓને તેમાં ડુબાવી દીધા. અને મેં મિસરમાં જે કંઈ કર્યું તે તો તમે તમારી આંખોએ જોયું છે. અને તમે અરણ્યમાં ઘણા દિવસ સુધી રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan