નિર્ગમન 14:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અમે શું મિસરમાં તને એવી વિનંતી નહોતી કરી કે અમને તો મિસરીઓની ચાકરી કરવા દે? કેમ કે અરણ્યમાં મરવા કરતાં મિસરીઓનું દાસપણું કરવું અમને ઠીક પડત.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 ઇજિપ્તમાંથી નીકળ્યા તે પહેલાં જ અમે તને નહોતું કહ્યું કે અમને અહીં ઇજિપ્તીઓની ગુલામીમાં રહેવા દે? અહીં રણપ્રદેશમાં મરવા કરતાં તેમના ગુલામ થઈને રહેવાનું અમારે માટે વધારે સારું હતું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અમે મિસરમાં જ તને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દે, મિસરવાસીઓની સેવા કરવા દે? અમારે માટે અહીં અરણ્યમાં મરવા કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી એ વધારે સારું હતું.” Faic an caibideilપવિત્ર બાઈબલ12 અમે લોકોએ મિસરમાં જ તમને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દો, મિસરવાસીઓની સેવા કરવા દો?’ આ રણપ્રદેશમાં મરવું તેના કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી વધારે સારી છે.” Faic an caibideil |