Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 13:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 સાત દિવસ તારે બેખમીર રોટલી ખાવી, ને સાતમે દિવસે યહોવાનું પર્વ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 સાત દિવસ તમારે ખમીર વગરની રોટલી ખાવી અને સાતમે દિવસે પ્રભુના માનમાં પર્વ ઊજવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી. સાતમે દિવસે ઈશ્વરનું આ પર્વ પાળવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “સાત દિવસ સુધી તમે ખમીર વગરની રોટલી ખાજો. સાતમે દિવસે એક મોટો ભોજન સમાંરંભ થશે, એ ઉત્સવ યહોવાના સન્માંનમાં યોજાશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 13:6
6 Iomraidhean Croise  

તે વખતે જે ઇઝરાયલપુત્રો યરુશાલેમમાં હાજર થયા હતા તેઓએ મોટી ખુશાલી સહિત સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ પાળ્યું, અને યહોવાની આગળ મોટે અવાજે વાજિંત્રો સાથે [ગાયન કરીને] લેવીઓએ તથા યાજકોએ દરરોજ યહોવાની સ્તુતિ કરી.


તું બેખમીર રોટલીનું પર્વ પાળ. મારી આજ્ઞા પ્રમાણે આબીબ માસમાં ઠરાવેલા વખતે સાત દિવસ સુધી તું બેખમીર રોટલી ખા; કેમ કે આબીબ માસમાં તું મિસર દેશમાંથી નીકળ્યો હતો.


પણ સાત દિવસ તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો. સાતમે દિવસે પવિત્ર મેળાવડો છે; તેમાં કંઈ કામકાજ કરવું નહિ.”


છ દિવસ સુધી તારે બેખમીર રોટલી ખાવી; અને સાતમા દિવસે યહોવા તારા ઈશ્વરના માનમાં પવિત્ર મેળાવડો થાય. [તે દરમિયાન] તારે કંઈ કામ ન કરવું.


અને પાસ્ખાપર્વને બીજે દિવસે તેઓએ તે દેશનું આગલા વર્ષનું અનાજ ખાધું, એટલે તે જ દિવસે બેખમીર રોટલી તથા શેકેલું અનાજ ખાધું.


Lean sinn:

Sanasan


Sanasan