Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકો મધ્યે સર્વ પ્રથમ જન્મેલાઓને, એટલે સર્વ કૂખ ફાડનાર માણસ તેમ જ પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “તમારા સર્વ પ્રથમ જનિત નરનું મને સમર્પણ કરો. કારણ, પ્રથમ પ્રસવથી જન્મ પામનાર પ્રત્યેક ઇઝરાયલી પુરુષ તથા પ્રત્યેક નર પશુ મારા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “તમામ ઇઝરાયલીઓએ પોતાના બધા જ પ્રથમજનિતને પવિત્ર કરવા. પરિવારમાં પ્રથમ જન્મેલા પુરુષને તથા પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “પ્રત્યેક ઇસ્રાએલીઓએ તેમનાં બધાં જ પ્રથમજનિત બાળકો મને સમર્પિત કરવાં. હવે ઇસ્રાએલીઓમાં જે કોઈ પ્રથમ પ્રસવનું હોય, પછી તે માંણસ હોય કે પશુ હોય તે માંરું ગણાશે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 13:2
19 Iomraidhean Croise  

વળી નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, મારા પુત્રોમાંના પ્રથમજનિત, અમારા જાનવરોનાં પ્રથમજનિત, અને અમારા ઢોરોનાં તથા અમારા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા ઈશ્વરના મંદિરમાં યાજકો પાસે લાવવા માટે પણ [ચિઠ્ઠીઓ નાખી].


અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો, તથા અમારા અર્પણો, ને સર્વ પ્રકારનાં વૃક્ષોના ફળો, દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે અમારા ઈશ્વરના મંદિરની ઓરડીઓમાં, ને અમારી જમીનની ઊપજના દશાંશો લેવીઓ પાસે, લાવવા માટે પણ ઠરાવ કર્યો. કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.


અને યહોવાએ મૂસાને કહ્યું,


ન્યાયાધીશોની નિંદા ન કર, ને તારા લોકોના કોઈ અધિકારીને શાપ ન દે.


તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરનઅ ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ નહિ.


અને તું ફારુનને કહે કે, યહોવા એમ કહે છે કે, ઇઝરાયલ મારો પુત્ર એટલે મારો જ્યેષ્ઠ પુત્ર છે;


વળી મારાથી જે દીકરા તથા દીકરીઓ તને થયાં તેઓને લઈને તેં તેમની આગળ તેઓનો ભોગ આપ્યો. શું તારા વ્યભિચારો તને જૂજ લાગ્યા કે,


તેં મારા છોકરાંને તેઓની ખાતર અગ્નિમાં બલિદાન આપીને તેઓને અર્પણ કરીને મારી નાખ્યાં છે?


પણ પશુઓનું પ્રથમજનિત કે જે યહોવાને માટે પ્રથમજનિત તરીકે ગણાયેલું છે, તેનું અર્પણ કોઈ માણસ ન કરે, તે તો યહોવાનું છે, પછી તે બળદ હોય કે ઘેટું હોય.


જે સર્વ દેહ તેઓ યહોવાને અર્પે છે તેમાં ગર્ભસ્થાન ખોલનાર પ્રત્યેક માણસ તેમ જ પશુ તારું થાય; પણ માણસના પ્રથમજનિતને તારે નક્કી છોડાવી લેવો, ને અશુદ્ધ જાનવરોના પહેલા બચ્ચાને તારે છોડાવી લેવું.


“ઇઝરાયલી લોકોમાં ગર્ભસ્થાન ઉઘાડનાર સર્વ પ્રથમ જન્મેલાંને બદલે ઇઝરાયલપુત્રોમાંથી મેં, જુઓ, મેં લેવીઓને લીધા છે. અને લેવીઓ મારા થશે.


કેમ કે સર્વ પ્રથમ જન્મેલાં મારાં જ છે. મિસર દેશમાં મેં પ્રથમ જન્મેલાંને માર્યાં તે દિવસે મેં ઇઝરાયલમાં સર્વ પ્રથમ જન્મેલાં માણસોને તેમ જ પશુઓને મારે માટે પવિત્ર કર્યાં, તેઓ મારાં જ થશે. હું યહોવા છું.”


ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્‍ત્રમાં લખેલું છે કે, ‘પહેલો અવતરેલો દરેક નર પ્રભુને માટે પવિત્ર કહેવાય.’ તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને,


તારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં સર્વ નર બચ્ચાં તું યહોવા તારા ઈશ્વરને અર્પતિ કર. પ્રથમ જન્મેલાં તારાં વાછરાડા પાસેથી કંઈ કામ ન લે, ને તારાં ઘેટાંબકરાંનાં પહેલા વેતરનાં બચ્ચાંને તું ન કાતર.


પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે, અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે,


Lean sinn:

Sanasan


Sanasan