Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 13:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને ફારુને લોકોને જવા દીધા ત્યાર પછી એમ થયું કે, પલિસ્તીઓનો દેશ નજીક હતો તોપણ ઈશ્વરે તેઓને તે માર્ગે થઈને ચલાવ્યા નહિ; કમે કે ઈશ્વરે કહ્યું, “રખેને યુદ્ધ જોઈને લોકો પસ્તાય, ને મિસરમાં પાછા જાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ફેરોએ ઇઝરાયલી લોકોને જવા દીધા ત્યારે સમુદ્રને કિનારે કિનારે પલિસ્તીઓના દેશમાં જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં ઈશ્વર તેમને તે રસ્તે થઈને લઈ ગયા નહિ. ઈશ્વરે એવું વિચાર્યું કે, “ યુદ્ધ જોઈને આ લોકોનો વિચાર બદલાઈ જાય અને તેઓ પાછા ઇજિપ્તમાં ચાલ્યા જાય એવું હું ચાહતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં પણ તે રસ્તે તેઓને લઈ ગયા નહિ. કેમ કે યહોવાહે વિચાર્યું કે, “રખેને યુદ્ધ થાય અને લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે યહોવા તેમને પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં તે રસ્તે તેમને લઈ ગયા નહિ. કારણ કે યહોવાએ વિચાર્યુ કે, “જો યુદ્ધ થાય તો કદાચ લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 13:17
14 Iomraidhean Croise  

તોપણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય, ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે ને પોતાને બંદીવાન કરીને લઈ જનારના દેશમાં તેઓ તમારી આગળ યાચના કરીને કહે, ‘અમે પાપ કર્યું છે, અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ અને અમે ભૂંડું કર્યું છે;’


[તમારું] કહ્યું માન્યું નહિ, અને તમારા જે ચમત્કારો તમે તેઓને બતાવ્યા, તે તેઓએ ધ્યાનમાં લીધા નહિ. પણ તેઓએ પોતાની ગરદન અક્કડ કરી, અને પોતાની ગુલામી સ્થિતિમાં પાછા જવા માટે બંડ કરીને પોતાને માટે એક આગેવાન ઠરાવ્યો; પણ તમે ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, રહેમદિલ, મંદક્રોધી તથા પુષ્કળ દયાળુ ઈશ્વર છો. તેથી તમે તેઓને તજી દીધા નહિ.


અને ફારુન નજીક આવ્યો, ત્યારે ઇઝરાયલીઓએ નજર કરી તો, જુઓ, મિસરીઓ તેમની પાછળ ધસી આવતા હતા; અને તેઓ બહુ બીધા. અને ઇઝરાયલી લોકોએ પહોવા પ્રત્યે પોકાર કર્યો.


પણ પાઉલે ધાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને પાછો જતો રહ્યો, અને આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે તેડી જવો એ યોગ્ય નથી.


આપણા પૂર્વજોએ તેની આજ્ઞાઓ પાળવાનું ઇચ્છયું નહિ, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂક્યો, અને પાછા મિસર જવાને મનમાં આતુર થયા.


ફક્ત એટલું જ કે તે પોતાના માટે ઘોડાનો જથો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે; કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે, તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.


અને સરદારોને લોકોને એમ પણ કહે કે, બીકણ તથા નાહિમ્મત કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખેને તેની જેમ તેના ભાઈઓ પણ નાહિમ્મત થઈ જાય.


અને જે માર્ગ વિષે મેં તને કહ્યું હતું કે, તું તે માર્ગ ફરી કદી જોશે નહિ, તે માર્ગ વહાણોમાં યહોવા તને ફરીથી મિસરમાં લાવશે. અને ત્યાં તમે દાસો તથા દાસીઓ થવા માટે તમારા શત્રુઓને ત્યાં વેચાઈ જવા માગશો, પણ તમને કોઈ ખરીદશે નહિ.


વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો, રાજાના ક્રોધથી તે બીધો નહિ; કેમ કે જાણે તે અદશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો.


માટે હવે તું જા, અને લોકોને જાહેર કર કે, જે કોઈ ભયભીત તથા ધ્રૂજતો હોય, તે ગિલ્યાદ પર્વત આગળથી પાછો જાય.” ત્યારે લોકોમાંથી બાવીસ હજાર પાછા ગયા; એટલે દશ હજાર રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan