Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તે જ માસના ચૌદમા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો; અને ઇઝરાયલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમાંરે આ હલવાનને મહીનાના ચૌદમાં દિવસ સુધી સંભાળપૂર્વક રાખવું જોઈએ. તે દિવસે ઇસ્રાએલી સમાંજના તમાંમ લોકો સંધ્યાકાળે તેમનાં હલવાનનો વધ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:6
34 Iomraidhean Croise  

યોશિયાએ યરુશાલેમમાં યહોવાનું પાસ્ખાપર્વ પાળ્યું. તેઓએ પહેલા માસની ચૌદમીએ પાસ્ખા કાપ્યું.


બંદીવાસમાંથી આવેલા લોકોએ પહેલા માસને‍ ચૌદમે દિવસે પાસ્ખાપર્વ પાળ્યું.


અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું.


અને તમારે બેખમીર રોટલી [નું પર્વ] પાળવું; કેમ કે એ જ દિવસે હું તમારાં સૈન્યો મિસર દેશમાંથી કાઢી લાવ્યો છું; એ માટે તમારે વંશપરંપરા એ દિવસને નિત્યના વિધિથી પાળવો.


પહેલા માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે બેખમીર રોટલી ખાવી.


ઇઝરાયલના સર્વ લોકો તે પાળે.


અને તેઓ એલીમથી ઊપડયા અને મિસર દેશમાંથી નીકળ્યાને બીજા માસને પંદરમે દિવસે સર્વ ઇઝરાયલીઓ એલીમ તથા સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવ્યા.


“મેં ઇઝરાયલીઓની કચકચ સાંભળી છે. તેઓને એમ કહે, કે તમે સાંજે માંસ ખાશો ને સવારે તમે રોટલીથી તૃપ્ત થશો; અને તમે જાણશો કે તમારો ઈશ્વર યહોવા હું છું.”


ઇઝરાયલીઓ મિસર દેશમાંથી નીકળ્યાને ત્રીજા માસને પહેલે જ દિવસે સિનાઇ અરણ્યમાં આવ્યા.


એક હલવાન તું સવારે ચઢાવ, ને બીજો હલવાન સાંજે ચઢાવ.


અને બીજો હલવાન તું સાંજે ચઢાવ, ને સવારના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પ્રમાણે તું તેને કર, કેમ તે સુવાસને અર્થે, યહોવાને માટે હોમયજ્ઞ થાય.


આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.


પહેલા માસની ચૌદમી તારીખથી તમારે પાસ્ખાપર્વ પાળવું, તે પર્વ સાત દિવસ [પાળવું] ; બેખમીર રોટલી ખાવી.


પહેલા માસમાં, એટલે તે માસને ચૌદમે દિવસે સાંજે યહોવાનું પાસ્ખાપર્વ છે.


અને પહેલા માસને ચૌદમે દિવસે યહોવાનું પાસ્ખાપર્વ છે.


પહેલે દિવસે પવિત્ર મેળાવડો કરવો. તમારે કંઈ સંસારી કામ ન કરવું.


બીજા માસને ચૌદમે દિવસે સાંજે તેઓ તે પાળે; ને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય.


પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે, તેઓ બારાબાસને માગે, ને ઈસુને મારી નંખાવે.


ત્યારે સર્વ લોકોએ ઉત્તર આપ્યો, “એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે.”


સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ વડીલો, શાસ્‍ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને યોજના કરી, ને ઈસુને બાંધીને, લઈ ગયા, ને પિલાતના હાથમાં સોંપી દીધા.


પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા કે, તે તેઓને માટે બારાબાસને છોડી દે.


દિવસના ત્રીજે કલાકે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા.


લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા, “જેમ તમે અમારે માટે હંમેશાં કરતા, તે પ્રમાણે કરો.”


તે પછી તેઓનો આખો સમુદાય ઊઠીને તેમને પિલાતની પાસે લઈ ગયો


પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું, “એને લઈ જાઓ, અને બારાબાસને અમારે માટે છોડી દો.


ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા.


પણ તમે તે પવિત્ર તથા ન્યાયીનો નકાર કર્યો, અને અમારે માટે એક ખૂનીને છોડી મૂકવામાં આવે એવું માગીને


કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા;


અને ઇઝરાયલી લોકોએ ગિલ્ગાલમાં છાવણી કરી. અએન તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું


Lean sinn:

Sanasan


Sanasan