નિર્ગમન 12:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને જે લોટના લોંદા તેઓ મિસર દેશમાંથી સાથે લેતા આવ્યા હતા; તેમાંથી તેઓને બેખમીર રોટલી પકાવી, કેમ કે તેને ખમીર દીધેલું નહોતું. કેમ કે તેમને મિસરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, ને તેથી તેઓ થોભી શક્યા નહોતા, તથા તેઓએ પોતાને માટે કંઈ ભાથું પણ તૈયાર કર્યું નહોતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 લોટના જે પિંડ તેઓ ઇજિપ્તમાંથી લેતા આવ્યા હતા તેમાંથી તેમણે ખમીરરહિત રોટલી પકાવી. કારણ, ઇજિપ્તમાંથી તેમને ઓચિંતા કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેથી લોટને ખમીર દેવાનો કે મુસાફરી માટે ખોરાક બનાવી લેવાનો તેમને સમય મળ્યો નહોતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 મિસરમાંથી પ્રયાણ કરતી વખતે લોટમાં ખમીર નાખવાનો સમય ન હોવાથી મિસરથી લોટની જે કણક તેઓ સાથે લાવ્યા હતા તેની બેખમીરી રોટલી બનાવી. તેઓને મિસરમાંથી ઝટપટ વિદાય થઈ જવાનું થયેલું હોવાથી તેઓથી ભાથું તૈયાર કરી શકાયું ન હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ39 પરંતુ લોકો પાસે લોટમાં ખમીર નાખવાનો સમય ન હતો, તેથી મિસરથી જે લોટ લાવ્યા હતા તેની બેખમીર રોટલી બનાવી. આથો ચડયો નહોતો, કારણ કે તેમને મિસરમાંથી એકદમ હાંકી કાઢવામાં આવ્યા હતા; તેમને ભાથું તૈયાર કરવાનો પણ સમય મળ્યો નહોતો. Faic an caibideil |