Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઇઝરાયલના આખા સમુદાયને કહે કે, આ માસને દશમે દિવસે તમ પ્રત્યેક પુરુષે પોતાને માટે પોતાના પિતાના ઘર પ્રમાણે એકેક હલવાન લેવું, એટલે કુટુંબદીઠ અકેક હલવાન;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ઇઝરાયલના આખા સમુદાયને કહો કે, આ માસના દસમા દિવસે પ્રત્યેક માણસે પોતાના કુટુંબ માટે હલવાન કે લવારું પસંદ કરવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ઇસ્રાએલના આખા સમાંજને આદેશ છે કે: આ મહિનાના દશમાં દિવસે પ્રત્યેક વ્યક્તિ પોતાના પરિવારના માંટે એક ઘેટાનુ બચ્ચું પ્રાપ્ત કરશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:3
26 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે કહ્યું, “મારા દિકરા, દહનીયાર્પણને અર્થે ઈશ્વર પોતાને માટે ઘેટું મેળવશે”. અને તેઓ બન્‍ને સાથે ગયા.


અને હાબેલ પણ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પહેલા જન્મેલાં તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્‍ય કર્યા.


જે લોક હાજર હતા તેઓ સર્વને યોશિયાએ ત્રીસ હજાર ઘેટાંબકરાંનાં હલવાનો તથા લવારાં, તથા ત્રણ હજાર ગોધા પાસ્ખાર્પણોને માટે આપ્યા. એ સર્વ રાજાની સંપતિમાંથી હતા.


“આ માસને તમારા માલોમાંનો પ્રથમ ગણવો. તે તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય.


ત્યારે મૂસાએ ઇઝરાયલના સર્વ વડીલોને બોલાવીને તેઓને કહ્યું, “જાઓ, ને તમારાં કુટુંબો પ્રમાણે હલવાનો લઈને પાસ્ખા કાપો.


અને જો કુટંબ એટલું નાનું હોય કે એક હલવાનને ખાઈ ન શકે તો તે તથા તેના ઘર પાસેનો પડોશી મળી તેમનાં માણસોની સંખ્યા પ્રમાણે એક હલવાન વિષે અટકળ કરવી.


અને તે જ માસના ચૌદમા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો; અને ઇઝરાયલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું મને કેમ પોકારે છે? ઇઝરાયલીઓને કહે કે, તેઓ આગળ ચાલે.


અને તેઓએ મૂસાને કહ્યું, “તું અમારી સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર અમારી સાથે ન બોલે રખેને અમે માર્યા જઈએ.”


અને યહોવાએ મૂસાને કહેલી સર્વ વાતો હારુને કહી સંભળાવી, અને તેણે લોકોના દેખતાં તે ચિહ્નો કરી બતાવ્યાં.


એ માટે ઇઝરાયલીઓને કહે, ‘હું યહોવા છું. ને મિસરીઓની વેઠ નીચેથી હું તમને કાઢીશ, ને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ, ને લંબવેલા હાથ વડે તથા મહાન ન્યાયકૃત્યો વડે હું તમને છોડાવીશ.


અમારા બંદીવાસને પચીસમે વર્ષે, તે વર્ષની શરૂઆતના માસની દશમીએ, એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમે વર્ષે, તે જ દિવસે, યહોવાનો હાથ મારા પર આવ્યો, ને તે મને ત્યાં લાવ્યા.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, જયારે તમારામાંનો કોઈ માણસ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાનું, એટલે ઢોરમાંનું તથા ઘેટાંબકરાંમાં ચઢાવવું.


અને જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાને માટે તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતિનું એક હલવાન કે બકરી; અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત્ત કરે.


પ્રત્યેક બળદ વિષે, કે પ્રત્યેક ઘેટા વિષે, કે પ્રત્યેક નર હલવાન વિષે, કે પ્રત્યેક બકરીના બચ્ચા વિષે, એ પ્રમાણે કરવું.


બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!


તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું, “જુઓ ઈશ્વરનું હલવાન!”


પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા; લાજરસ, જેને ઈસુએ મરી ગયેલાંઓમાંથી ઉઠાડયો હતો, તે ત્યાં હતો.


બીજે દિવસે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે;


તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ [આપણી વતી] આપવામાં આવ્યું છે.


એ માટે સવારે તમને પોતપોતાના કુળ પ્રમાણે રજૂ કરવામાં આવશે. પછી એમ થશે કે, જે કુળને યહોવા પકડે, તે કુટુંબવાર આગળ આવે; અને જે કુટુંબને યહોવા પકડે, તે ઘરવાર આગળ આવે; પછી જે ઘરનાંને યહોવા પકડે, તે પુરુષવાર આગળ આવે.


જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી., એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.


અને શમુએલે એક ધાવણું હલવાન લઈને તેનું સંપૂર્ણ દહનીયાર્પણ યહોવાને કર્યું; અને તેણે ઇઝરાયલીઓને માટે યહોવાને વિનંતી કરી; અને યહોવએ તેને ઉત્તર આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan