Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 ત્યારે તમારે એમ કહેવું કે, એ યહોવાનો પાસ્ખાયજ્ઞ છે, કેમ કે જ્યારે યહોવા મિસરીઓ ઉપર મરો લાવ્યા ને આપણાં ઘરો બચાવ્યાં, ત્યારે તેમણે મિસરમાં રહેનાર ઇઝરાયલીઓનાં ઘરોને ટાળી મૂક્યાં.” ત્યારે લોકોએ માથું નમાવીને ભજન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 ત્યારે તમારે તેમને આવો જવાબ આપવો: આ તો પ્રભુના સન્માનાર્થે પાસ્ખાનું બલિદાન છે; કારણ, તેમણે ઇજિપ્તીઓનો સંહાર કર્યો ત્યારે તેમણે આપણાં ઘરો પાસેથી પસાર થઈને આપણને બચાવી લીધા.” ત્યારે લોકોએ માથાં નમાવીને આરાધના કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 ત્યારે તમે સમજાવજો કે, ‘એ તો યહોવાહના માનમાં પાળવાનો પાસ્ખા યજ્ઞ છે,’ કારણ કે જ્યારે યહોવાહે મિસરવાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને તેમણે ઉગારી લીધાં હતાં. ત્યારે આપણા ઇઝરાયલીઓએ મસ્તક નમાવીને ભજન કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 ત્યારે તમે લોકો કહેશો, ‘એ તો યહોવાના માંનમાં પાસ્ખા યજ્ઞ છે, કારણ કે જ્યારે યહોવાએ મિસર વાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને ટાળીને આગળ ચાલ્યા જઈને તેમણે આપણાં ઘરોને ઉગારી લીધાં હતા.’” ત્યારે ઇસ્રાએલીઓએ મસ્તક નમાંવી પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:27
18 Iomraidhean Croise  

આથી દાઉદે સર્વ લોકને કહ્યું, “યહોવા, તમારા ઈશ્વરને સ્તુત્ય માનો, ” ત્યારે સર્વ લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની સ્તુતિ કરી ને માથાં નમાવીને તેઓએ યહોવાનું તથા રાજાનું સન્માન કર્યું.


એ સાંભળીને યહોશાફાટે ભૂમી સુધી મુખ નમાવીને નમન કર્યું. અને સર્વ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓએ યહોવાનું ભજન કરીને તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.


વળી હિઝકિયા રાજાએ તથા સરદારોએ દાઉદે તથા દષ્ટા આસાફે રચેલા ગીત ના શબ્દો ગાઈને લેવીઓને યહોવાની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનું ગાયન ગાયું, ને તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


મહાન ઈશ્વર યહોવાને એઝરાએ ધન્યવાદ આપ્યો. સર્વ લોકે પોતાના હાથ ઊંચા કરીને, “આમીન, આમીન” કહ્યું, લોકોએ માંથા નમાવીને પોતાનાં મુખ ભૂમિ તરફ રાખ્યાં અને યહોવાનું ભજન કર્યું.


હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં, એટલે પુરાતન કાળમાં, તમે કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે,


કેમ કે તેમણે યાકૂબમાં સાક્ષી સ્થાપી, અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો, તે વિષે તેમણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે.


અને એ માટે જે કામો મેં મિસર ઉપર કર્યાં છે, ને જે ચિહ્નો મેં તેઓ મધ્યે કર્યાં છે, તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે; કે તમે જાણો કે હું યહોવા છું.”


અને તે તમારે આ પ્રમાણે ખાવું:એટલે તમારી કમર બાંધીને, તમારાં પગરખાં પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને [ખાવું] ; અને તમારે તે જલદી જલદી ખાઈ લેવું; તે યહોવાનું પાસ્ખા છે.


કેમ કે મિસરીઓ ઉપર મરો લાવવા માટે યહોવા આખા દેશમાં ફરશે. અને ઓતરંગ ઉપર તથા બન્‍ને બારસાખ પર તે રક્ત જોઈને યહોવા તે બારણું ટાળી મૂકશે, ને વિનાશકને તમારાં ઘરોમાં પેસીને તમારાં ઘરોમાં પેસીને તમારા પર મરો લાવવા દેશે નહિ.


અને ઇઝરાયલી લોકોએ જઈને તે પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને તથા હારુનને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું.


અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે, આનો શો અર્થ છે? ત્યારે તું તેને કહે કે, યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યા.”


અને તે દિવસે તું તારા પુત્રોને કહી સંભળાવ કે, હું મિસરમાંથી નીકળ્યો ત્યારે યહોવાએ મારે માટે જે કર્યું, તેને લીધે એ છે.


ખમીર સાથે તું મારા યજ્ઞનું રક્ત ન ચઢાવીશ; તેમ જ પાસ્ખા પર્વનો યજ્ઞ સવાર સુધી પડયો ન રહે.


અને મૂસાએ જલદીથી જમીન સુધી માથું નમાવીને ભજન કર્યું.


અને લોકોનો વિશ્વાસ બેઠો; અને જ્યારે તેઓએ સાંભળ્યું કે, યહોવાએ ઇઝરાયલી લોકોની ખબર લીધી છે, ને તેઓનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ [આપણી વતી] આપવામાં આવ્યું છે.


અને પોતાનું નામ રાખવા માટે યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાબકરાંનો કે ઢોરઢાંકનો પાસ્ખાયજ્ઞ તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે કર.


જે ભાગળો યહોવા તારા ઈશ્વર તને આપે તેમાંની કોઈની અંદર તારે પાસ્ખાયજ્ઞ કરવો નહિ,


Lean sinn:

Sanasan


Sanasan