Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તે તમારે આ પ્રમાણે ખાવું:એટલે તમારી કમર બાંધીને, તમારાં પગરખાં પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને [ખાવું] ; અને તમારે તે જલદી જલદી ખાઈ લેવું; તે યહોવાનું પાસ્ખા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તમારે કમરે પટ્ટો બાંધીને, પગરખાં પહેરીને અને હાથમાં લાકડી રાખીને મુસાફરી માટે તૈયાર રહી તે ખાવું. તમારે તે જલદી જલદી ખાઈ લેવું. એ તો મને પ્રભુને માન આપવાનું પાસ્ખાપર્વ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “અને તે તમાંરે આ રીતે જ ખાવું જોઈએ; તમાંરે યાત્રામાં જતા હોય તેવા કપડા પહેરવા, પગમાં પગરખાં પહેરીને, હાથમાં લાકડી લઈને, ઉતાવળે ઉતાવળે ખાવું, કેમકે આ દેવનુ દુર્લક્ષ છે-એ સમય જ્યારે દેવે પોતાનાં લોકોનું રક્ષણ કર્યુ અને તેમને વહેલા મિસરની બહાર લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:11
21 Iomraidhean Croise  

રાજાએ સર્વ લોકોને આજ્ઞા કરી, “કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા ઈશ્વર યહોવાને માટે પાસ્ખાપર્વ પાળો.”


અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહિ.


ત્યારે મૂસાએ ઇઝરાયલના સર્વ વડીલોને બોલાવીને તેઓને કહ્યું, “જાઓ, ને તમારાં કુટુંબો પ્રમાણે હલવાનો લઈને પાસ્ખા કાપો.


ત્યારે તમારે એમ કહેવું કે, એ યહોવાનો પાસ્ખાયજ્ઞ છે, કેમ કે જ્યારે યહોવા મિસરીઓ ઉપર મરો લાવ્યા ને આપણાં ઘરો બચાવ્યાં, ત્યારે તેમણે મિસરમાં રહેનાર ઇઝરાયલીઓનાં ઘરોને ટાળી મૂક્યાં.” ત્યારે લોકોએ માથું નમાવીને ભજન કર્યું.


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “આ તો પાસ્ખાનો વિધિ છે. કોઈ પરદેશી તે ન ખાય;


કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી, ને નાસીને જવાનું નથી; કેમ કે યહોવા તમારી આગળ ચાલશે, ને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


પહેલા માસની ચૌદમી તારીખથી તમારે પાસ્ખાપર્વ પાળવું, તે પર્વ સાત દિવસ [પાળવું] ; બેખમીર રોટલી ખાવી.


પહેલા માસમાં, એટલે તે માસને ચૌદમે દિવસે સાંજે યહોવાનું પાસ્ખાપર્વ છે.


અને પહેલા માસને ચૌદમે દિવસે યહોવાનું પાસ્ખાપર્વ છે.


અને તેઓ મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પહેલા માસમાં સિનાઈના અરણ્યમાં, યહોવાએ મૂસાને કહ્યું,


તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગેલા રાખો.


પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, ‘સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; એને હાથે વીટીં પહેરાવો, પગમાં જોડા પહેરાવો.


તેનાં માબાપ વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતાં હતાં.


તે તેમના પગ પાસે રડતી રડતી પછવાડે ઊભી રહી, અને પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યા, અને તેમને અત્તર ચોળ્યું.


તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ [આપણી વતી] આપવામાં આવ્યું છે.


તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરીને, ઊભા રહો.


આબીબ માસ ધ્યાનમાં રાખીને યહોવા તારા ઈશ્વરની પ્રત્યે પાસ્ખા પાળ; કેમ કે આબીબ માસમાં યહોવા તારા ઈશ્વર તને રાત્રે મિસરમાંથી કાઢી લાવ્યા.


અને ઇઝરાયલી લોકોએ ગિલ્ગાલમાં છાવણી કરી. અએન તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું


એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો, અને ઈસુ ખ્રિસ્તના‍ પ્રગટ થવાને સમયે તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો.


Lean sinn:

Sanasan


Sanasan