Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 11:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ ઇઝરાયલી લોકોના કોઈ પણ મનુષ્ય કે જાનવર સામે કૂતરા સરખો પણ જીભ હલાવશે નહિ; એ માટે કે તમે જાણો કે યહોવા મિસરીઓ તથા ઇઝરાયલીઓ વચ્ચે ભેદ રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પણ ઇઝરાયલી લોકો અથવા તેમના પશુ સામે કૂતરુંય ભસશે નહિ. તે પરથી તમે જાણશો કે હું પ્રભુ ઇજિપ્તીઓ અને ઇઝરાયલીઓ વચ્ચે ભેદ રાખું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પરંતુ ઇઝરાયલના કોઈ પણ મનુષ્ય કે જાનવરનું કોઈ નામ લઈ શકશે નહિ. તેઓની સામે કૂતરા પણ જીભ હલાવશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવાહ મિસરીઓ તથા ઇઝરાયલપુત્રો વચ્ચે ભેદ રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પરંતુ ઇસ્રાએલના કોઈ પણ મનુષ્યને કશી પણ ઈજા થશે નહિ. કૂતરું પણ તેમની સામે ભસશે નહિ, ઇસ્રાએલના કોઈ પણ માંણસ અથવા તેમના કોઈ પણ જાનવરોને ઈજા થશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવા મિસરીઓ તથા ઇસ્રાએલ પુત્રો વચ્ચે ભેદ રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 11:7
11 Iomraidhean Croise  

એવી રીતે ગરીબોમાં આશા ઉત્પન્ન થાય છે. અને અન્યાય પોતાનું મોઢું બંધ કરે છે.


જો માણસ [પાપથી] ન ફરે, તો તે તેની તરવાર ઘસશે; તેમણે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે.


તેઓ એકબીજાને જોઈ શકતા નહિ, ને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગાએથી ઊઠયું નહિલ પણ ઇઝરાયલીઓનાં સર્વ ઘરોમાં અજવાળું હતું.


અને મિસરના જાદુગરોએ તેમના મંત્રતંત્રથી તે પ્રમાણે કર્યું. અને યહોવાના કહ્યા પ્રમાણે ફારુનનું હઠીલું થયું, ને તેણે તેઓનું માન્યું નહિ.


ત્યારે જાદુગરોએ ફારુનને કહ્યું, “એમાં તો ઈશ્વરની આંગળી છે.” અને યહોવાના કહ્યા પ્રમાણે ફારુનને હ્રદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ.


અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે, તેને હું એવી રીતે અલાહિદો રાખીશ કે તેમાં માખીઓનાં ટોળાં આવે નહિ; એ માટે તું જાણે કે પૃથ્વી મધ્યે હું યહોવા છું.


માત્ર ગોશેન દેશ જ્યાં ઇઝરાયલી લોકો રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.


અન યહોવ ઇઝરાયલનાં ઢોરને મિસરીઓનાં ઢોરથી અલાહિદા રાખશે. અને ઇઝરાયલીઓના સર્વસ્વમાંથી કોઈ મરશે નહિ.’”


ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેમની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.”


કેમ કે તને કોણ જુદાં પાડે છે? અને તને પ્રાપ્ત થયું ન હોય એવું તારી પાસે શું છે? પણ જો તે તને પ્રાપ્ત થયું હોય, તો પ્રાપ્ત ન થયું હોય, એમ તું કેમ અભિમાન કરે છે?


સર્વ લોક માક્કેદાની છાવણીમાં યહોશુઆ પાસે સહીસલામત પાછા આવ્યા. ઇઝરાયલ પ્રજામાંના કોઈની વિરુદ્ધ કોઈ પણ એકે શબ્દ બોલી શક્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan