Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 11:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં તે લોક ઉપર કૃપા કરાવી. વળી મિસર દેશમાં એટલે ફારુનના સેવકોની નજરમાં તથા લોકોની નજરમાં મૂસા ઘણો મોટો માણસ મનાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુએ પોતાના લોકો પ્રત્યે ઇજિપ્તીઓ સદ્ભાવના દાખવે તેમ કર્યું. વળી, ઇજિપ્તમાં એટલે ફેરોના અમલદારોની અને લોકોની દૃષ્ટિમાં મોશે મહાન વ્યક્તિ ગણાયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ ઉપજાવ્યો. ફારુનના ચાકરો અને લોકોની નજરમાં મૂસા મહાન અને આદરપાત્ર મનાયો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહોવા મિસરવાસીઓના હૃદયમાં ઇસ્રાએલી લોકો માંટે સદભાવ પેદા કરશે. મિસરના અમલદારો અને લોકો મૂસાને બહુ મોટો માંનવ માંનવા લાગ્યા.’”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 11:3
14 Iomraidhean Croise  

અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:


પણ યહોવા યૂસફની સાથે હતા, ને યહોવાએ તેના પર દયા કરી, ને તેને કેદખાનાના દરોગાની દષ્ટિમાં કૃપા પમાડી.


અને જ્યાં જ્યાં તું ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું, ને મેં તારા સર્વ શત્રુઓને તારી આગળથી નષ્ટ કર્યા છે. અને પૃથ્વી પરના મહાન પુરુષોના નામ જેવું તારું નામ પણ હું મહાન કરીશ.


મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયો હતો અને એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી; કેમ કે મોર્દખાયની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.


વળી તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.


અને ઇઝરાયલી લોકોએ મૂસાના કહેવા પ્રમાણે કરીને મિસરીઓ પાસેથી સોનાના તથા રૂપાના દાગીના તથા વસ્‍ત્રો માંગી લીધાં.


અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં લોકોને કૃપા પમાડી, ને તેથી જે કંઈ તેઓએ માંગ્યું તે તેઓએ તેમને આપ્યું. અને તેઓએ મિસરીઓને લૂંટી લીધા.


અને હું મિસરીઓની દષ્ટિમાં આ લોકોને કૃપા પમાડીશ; અને એમ થશે કે જ્યારે તમારું નીકળવું થશે, ત્યારે તમે ખાલી હાથે જશો નહિ.


જેઓએ મારા પર જુલમ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે; અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; અને તેઓ તને યહોવાનું નગર, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] નું સિયોન, કહેશે.


મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી. તે બોલવા‍ ચાલવામાં બાહોશ, તથા કામ કરવામાં પરાક્રમી હતો.


અને મૂસા કે જેને યહોવા મોઢામોઢ ઓળખતા હતા તેના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયલમાં ઊઠ્યો નથી:


એટલે મિસર દેશમાં, ફારુન પર તથા તેના સર્વ ચાકરો પર, તથા તેના આખા દેશ પર, જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો તેમાં;


તે દિવસે યહોવાએ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજર આગળ મોટો મનાવ્યો. અને તેઓ જેમ મૂસાની તેમ તેના આયુષ્યના સર્વ દિવસભર તેની બીક રાખતા હતા.


જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓમાંના કેટલાકને હું [તને] સોપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.


Lean sinn:

Sanasan


Sanasan