Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 10:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને ફારુનના સેવકોએ તેને કહ્યું, “ક્યાં સુધી આ માણસ અમને ફાંસારૂપ થઈ પડશે? લોકોને તેઓના ઈશ્વર યહોવાની સેવા કરવા માટે જવા દો. શું આપ હજી સુધી જાણતા નથી કે મિસરનો વિનાશ થઈ ચૂક્યો છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ફેરોના અમલદારોએ તેને કહ્યું, “ક્યાં સુધી આ માણસ આપણે માટે આફતનું કારણ બની રહેશે? લોકોને તેમના ઈશ્વર પ્રભુની સેવાભક્તિ કરવા જવા દો. શું તમને ખ્યાલ નથી કે ઇજિપ્તનો વિનાશ થઈ ચૂક્યો છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ફારુનના સરદારોએ તેને કહ્યું, “અમે ક્યાં સુધી આ લોકો તરફથી ત્રાસ ભોગવતા રહીશું? એ લોકોને તેઓના ઈશ્વર યહોવાહ નું ભજન કરવા જવા દે. શું તું નથી જાણતો કે હવે મિસરનો સર્વનાશ થવા બેઠો છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ફારુનના અમલદારોએ તેને કહ્યું, “અમે ક્યાં સુધી આ લોકોની જાળમાં ફસાએલા રહીશું? એ લોકોને એમના દેવ યહોવાની ઉપાસના કરવા જવા દો. તમે એમને જવા નહિ દો તો, તમને ખબર પડે તે પહેલા, મિસરનો વિનાશ થઈ જશે!”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 10:7
16 Iomraidhean Croise  

અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે.


અને મિસરીઓએ લોકોને દેશમાંથી જલદી વિદાય થવાનો આગ્રહ કર્યો; કેમ કે તેઓએ કહ્યું કે, અમે તો બધા મરી ગયા!


તેઓ તારા દેશમાં ન વસે, રખેને તેઓતારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે; કેમ કે જો તું તેઓના દેવોની સેવા કરે, તો જરૂર તે તને ફાંદારૂપ થઈ પડશે.”


અને જ્યારે હું મારો હાથ મિસર ઉપર લંબાનીને તેઓ મધ્યેથી ઇઝરાયલી લોકોને બહાર કાઢીશ, ત્યારે મિસરીઓ જાણશે કે હું યહોવા છું.”


ત્યારે જાદુગરોએ ફારુનને કહ્યું, “એમાં તો ઈશ્વરની આંગળી છે.” અને યહોવાના કહ્યા પ્રમાણે ફારુનને હ્રદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ.


દુષ્ટ માણસના અપરાધમાં ફાંદો છે; પણ નેક માણસ ગાય છે અને આનંદ કરે છે.


તો મને એવું માલૂમ પડયું કે મોતના કરતાં પણ એક ચીજ વધારે દુ:ખદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધનરૂપ છે તેવી સ્ત્રી! જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પણ પાપી તેનાથી પકડાઈ જશે.


તને તેમની સાથે દાટવામાં આવશે નહિ, કેમ કે તેં પોતાના દેશનો નાશ કર્યો છે, પોતાના લોકને કતલ કર્યા છે. ભૂંડું કરનારાઓના સંતાનનાં નામ સર્વકાળ સુધી કોઈ લેશે નહિ.


રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?


મોઆબ નષ્ટ થયું છે; તેનાં નાનાં બાળકોનું રુદન સંભળાય છે.


બાબિલ એકાએક પડીને પાયમાલ થયું છે; તેને લીધે વિલાપ કરો; તેના દુ:ખને માટે શેરીલોબાન લો, કદાચ તેને રૂઝ વળે.


યહોવાના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ, પણ યહોવાના [ક્રોધના] આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે. કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, હા, ભયંકર અંત લાવશે.”


આ હું તમારા પોતાના હિતને માટે કહું છું. તમને બંધનમાં નાખવાને માટે નહિ, પણ તમે યોગ્ય રીતે [ચાલો] તથા એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો [એ માટે કહું છું].


તો નિશ્ચે જાણજો કે, તમારા ઈશ્વર યહોવા હવે પછી એ દેશજાતિઓને તમારી આગળથી હાંકી કાઢનાર નથી; અને આ જે સારી ભૂમિ તમારા ઈશ્વર યહોવાએ તમને આપી છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો ત્યાં સુધી તેઓ તમને ફાંદા તથા ફાંસારૂપ, ને તમારી કૂખોમાં કાંટારૂપ, ને તમારી આંખોમાં કણીરૂપ થઈ પડશે.


અને શાઉલે [મનમાં] કહ્યું, “હું તે તને આપીશ કે, તે તેને ફાંદારૂપ થાયને પલિસ્તીઓનો હાથ તેની વિરુદ્ધ થાય.” તેથી શાઉલે દાઉદને કહ્યું, “આજ તું બીજી વાર મારો જમાઈ થશે.”


માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને એકઠા કર્યા, ને તેઓએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, ને તેને પોતાને ઠેકાણે પાછો જવા દો કે, તે અમારો તથા અમારા લોકોનો સંહાર કરે નહિ.” કેમ કે આખા નગરમાં ભારે ઘાણ વાળ્યો હતો. ઈશ્વરનો હાથ ત્યાં ઘણો આકરો હતો.


Lean sinn:

Sanasan


Sanasan