Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 10:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેઓ એકબીજાને જોઈ શકતા નહિ, ને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગાએથી ઊઠયું નહિલ પણ ઇઝરાયલીઓનાં સર્વ ઘરોમાં અજવાળું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેઓ એકબીજાને જોઈ શક્તા પણ નહોતા. પણ ઇઝરાયલીઓનાં સર્વ ઘરોમાં પ્રકાશ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને જોઈ શકતી ન હતી. અને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊઠી શક્યું નહિ. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યાં ઇઝરાયલીઓના વસવાટ હતો તે સર્વ ઘરોમાં તો પ્રકાશ ઝગમગી રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને જોઈ શક્તી ન હતી. અને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊભું થઈ શક્યું નહિ, પરંતુ તે બધી જ જગ્યાઓ પર જ્યાં ઇસ્રાએલના લોકો રહેતા હતા ત્યાં પ્રકાશ હતો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 10:23
15 Iomraidhean Croise  

અને તે મિસરીઓના સૈન્ય તથા ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવી રહ્યો; અને મેઘ તથા અંધકાર છતાં પણ રાત્રે તે અજવાળું આપતો. અને તે આખી રાત એક [સૈન્ય] બીજાની પાસે નહોતું આવતું.


અને યહોવાએ નદીને માર્યાને સાત દિવસ થઈ ગયા.


અને જાદુગરોએ પણ તેઓના મંત્રતંત્ર વડે જુઓ પેદા કરવાનું કર્યું, પણ તેઓ કરી શક્યા નહિ. અને માણસોને તથા ઢોરઢાંકને જુઓ પડી.


ત્યારે જાદુગરોએ ફારુનને કહ્યું, “એમાં તો ઈશ્વરની આંગળી છે.” અને યહોવાના કહ્યા પ્રમાણે ફારુનને હ્રદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ.


અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે, તેને હું એવી રીતે અલાહિદો રાખીશ કે તેમાં માખીઓનાં ટોળાં આવે નહિ; એ માટે તું જાણે કે પૃથ્વી મધ્યે હું યહોવા છું.


માત્ર ગોશેન દેશ જ્યાં ઇઝરાયલી લોકો રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.


અન યહોવ ઇઝરાયલનાં ઢોરને મિસરીઓનાં ઢોરથી અલાહિદા રાખશે. અને ઇઝરાયલીઓના સર્વસ્વમાંથી કોઈ મરશે નહિ.’”


જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે વાટોની તેમને માહિતી નથી, તેઓ પર હું તેમને ચાલતા કરીશ. તેમની સંમુખ હું અંધકારને અજવાળારૂપ, ને ખરબચડી જગાઓને સપાટ કરીશ. જે કામો હું કરવાનો છું તે એ છે, ને હું તેમને પડતાં મૂકીશ નહિ.


“હજી પાક તૈયાર થવાને ત્રણ માસ બાકી હતા ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાવ્યો, ને બીજા નગર પર નહિ. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો, ને જે ભાગ પર વરસ્યો નહિ ત સુકાઈ ગયો.


ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેમની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.”


તેમણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા.


અને તેઓએ યહોવાને પોકાર કર્યો, ત્યારે યહોવાએ તમારી તથા મિસરીઓની વચ્ચે અંધકાર કરી નાખ્યો, ને તેઓ પર સમુદ્ર લાવીને તેઓને તેમાં ડુબાવી દીધા. અને મેં મિસરમાં જે કંઈ કર્યું તે તો તમે તમારી આંખોએ જોયું છે. અને તમે અરણ્યમાં ઘણા દિવસ સુધી રહ્યા.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


Lean sinn:

Sanasan


Sanasan