Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 10:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને મૂસાએ પોતાનો હાથ આકાશની તરફ લાંબો કર્યો. અને ત્રણ દિવસ સુધી આખા મિસર દેશ ઉપર ઘોર અંધકાર વ્યાપી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 ત્યારે મોશેએ પોતાનો હાથ આકાશ તરફ લાંબો કર્યો એટલે ત્રણ દિવસ સુધી સમગ્ર ઇજિપ્ત પર ઘોર અંધકાર વ્યાપી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 એટલે મૂસાએ આકાશ તરફ હાથ ઊંચો કર્યો. ત્યારે પ્રગાઢ અંધકારને લીધે મિસર દેશમાં ઘોર અંધારું છવાઈ ગયું. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર છવાયેલો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 એટલે મૂસાએ હવામાં આકાશ તરફ હાથ ઉગામ્યો અને પ્રગાઢ અંધકારે મિસર દેશને ઢાંકી દીધો. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 10:22
13 Iomraidhean Croise  

ધોળે દિવસે તેઓને અંધકાર માલૂમ પડે છે, અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે.


તેમણે અંધકાર મોકલ્યો એટલે અંધારું થયું; તેઓ તેમની વાતની સામા થયા નહિ.


અને લોકો આઘા ઊભા રહ્યા, ને જે ઘોર અંધકારમાં ઈશ્વર હતા તેમની પાસે મૂસા ગયો.


અને વળી પૃથ્વી પર નજર કરશે, તો જુઓ, વિપત્તિ તથા અંધકાર અને વેદનાની ગ્લાનિ દેખાશે; અને ઘોર અંધકારમાં તેઓને હાંકી કાઢવામાં આવશે.


હું તને હોલવી નાખીશ ત્યારે હું આકશને ઢાંકી દઈશ, ને તેના તારાઓને નિસ્તેજ કરી નાખીશ. હું સૂર્યને વાદળથી ઢાંકી દઈશ ને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ.


આકાશની સર્વ પ્રકાશિત જ્યોતિઓને હું તારા માથા પર નિસ્તેજ બનાવીશ, ને તારા દેશ પર અંધકાર ફેલાવીશ, એ પ્રમાણે પ્રભુ યહોવા કહે છે.


અંધકાર તથા ગમગીનીનો દિવસ, વાદળ તથા ઘાડા અંધકારનો દિવસ, પર્વતો પર દેખાતા ઝળઝળા જેવો [દિવસ તે થશે]. આગળ કદી થઈ નથી, ને હવે પછી ઘણી પેઢીઓ સુધી બીજી કોઈ થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા [આવશે].


યહોવાનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલાં સૂર્ય અંધકારરૂપ તથા ચંદ્ર લોહીરૂપ થઈ જશે.


કેમ કે, જો, જે પર્વતોના રચનાર તથા વાયુના ઉત્પન્નકર્તા તથા મનુષ્યના મનમાં શા વિચારો છે તે તેને કહી દેખાડનાર, જે સવારને અંધકારરૂપ કરનાર તથા પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે, તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.


“હજી પાક તૈયાર થવાને ત્રણ માસ બાકી હતા ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાવ્યો, ને બીજા નગર પર નહિ. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો, ને જે ભાગ પર વરસ્યો નહિ ત સુકાઈ ગયો.


અને તમે આવીને પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. અને પર્વત બળતો હતો ને તેનો અગ્નિ આકાશ સુધી પહોંચતા હતા, ને અંધકાર તથા વાદળ તથા ધોર અંધકાર [બધે વ્યાપી ગયાં હતાં].


આ વચનો યહોવા પર્વત ઉપર અગ્નિજ્વાળા તથા વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટે અવાજે તમારી આખી સભાની આગળ બોલ્યા. અને તેમાં તેમણે કંઈ વધારો કર્યો નહિ. અને તેમણે બે શિલાપાટીઓ ઉપર તે લખીને મને આપી.


પછી પાંચમાએ પોતાનું પ્યાલું શ્વાપદના રાજયાસન પર રેડી દીધું. એટલે તેના રાજયમાં અંધકાર વ્યાપી ગયો. અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી,


Lean sinn:

Sanasan


Sanasan