Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 10:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને યહોવા પશ્ચિમ તરફથી ભારે તોફાન લાવ્યા, ને તેણે તીડોને ઉડાડીને સૂફ સમુદ્રમાં નાખી દીધાં. અને મિસરની આખી સીમની અંદર એક પણ તીડ રહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 એટલે પ્રભુએ પશ્ર્વિમમાંથી ભારે પવન ચલાવ્યો અને પવને તીડોને ઉડાવીને સૂફ સમુદ્રમાં નાખી દીધાં. આખા ઇજિપ્તમાં એકપણ તીડ રહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 એટલે યહોવાહે પવનની દિશા બદલી નાખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફુંકાવા લાગ્યો. એ પવને તીડોને ઉડાડીને રાતા સમુદ્રમાં નાખી દીધાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 એટલે યહોવાએ પવનની દિશા બદલી નાંખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફૂંકાવા લાગ્યો. અને તેણે તીડોને ઉપાડીને રાતા સમુદ્રમાં હાંકી કાઢયાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 10:19
7 Iomraidhean Croise  

હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું, મને તીડની જેમ આમતેમ ફેંકવામાં આવે છે.


અને ફારુનની પાસેથી બહાર જઈને મૂસાએ યહોવાને વિનંતી કરી.


પણ યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.


પણ ઈશ્વરે લોકોને ફંટાવીને સૂફ સમુદ્ર પાસેના અરણ્યને માર્ગે ચલાવ્યા. અને ઇઝરાયલી લોકો શસ્‍ત્રસજ્‍જિત થઈને મિસર દેશમાંથી નીકળ્યા હતા.


તેમણે ફારુનના રથો તથા સૈન્ય સમુદ્રમાં ફેંકી દીધાં છે; અને તેના માનીતા સરદારોને સૂફ સમુદ્રમાં ડુબાડી દીધા છે.


પણ હું ઉત્તરના સૈન્ય ને તમારાથી ઘણે દૂર હાંકી કાઢીશ, ને હું તેને ઉજ્જડ તથા વેરાન દેશમાં હાંકી કાઢીશ, એટલે તેના આગલા ભાગને પૂર્વ સમુદ્ર તરફ, ને તેના પાછલા ભાગને પશ્ચિમ સમુદ્ર તરફ [કાઢી મૂકીશ] ; તેની દુર્ગધ ઊડશે, ને તેની બદબો ઊંચી ચઢશે, કેમ કે તેણે મોટા કાર્યો કર્યાં છે.


વિશ્વાસથી તેઓ, જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ, લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. એવો પ્રયત્ન કરતાં મિસરીઓ ડૂબી મર્યા.


Lean sinn:

Sanasan


Sanasan