નિર્ગમન 10:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 કેમ કે તેઓથી બધી ધરતી ઢંકાઈ ગઈ, ને તેથી દેશ ઉપર અંધકાર છવાઈ ગયો. અને દેશની સર્વ વનસ્પતિ તથા કરાથી બચેલાં વૃક્ષોનાં સર્વ ફળ તેઓ ખાઈ ગયાં. અને આખા મિસર દેશનાં ખેતરનાં વૃક્ષોમાંથી કે વનસ્પતિમાંથી કંઈ પણ લીલું રહ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 કારણ, તેમણે દેશની સપાટીને એવી છાઈ દીધી હતી કે બધી સપાટી કાળી કાળી દેખાતી હતી. કરાથી બચી ગયેલી દેશની સર્વ વનસ્પતિ અને વૃક્ષોનાં બધાં ફળ તીડો ખાઈ ગયાં. આખા ઇજિપ્તમાં છોડ કે ઝાડ પર કંઈ લીલોતરી રહેવા પામી નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ઢગલાબંધ તીડો ભૂમિ પર છવાઈ ગયાં. તેઓથી ભૂમિ ઢંકાઈ ગઈ. કરાથી સમગ્ર મિસર દેશના જે વૃક્ષો અને વનસ્પતિ બચી ગયાં હતાં તેના પરનાં બધાં જ ફળ તીડો ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને અન્ય વનસ્પતિ નામશેષ થઈ ગયાં. ખેતરમાંનાં વૃક્ષો કે વનસ્પતિ પર એકે પાંદડું રહ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 તીડોનાં ટોળે ટોળાં સમગ્ર ભૂમિ પર છવાઈ ગયા અને ધરતી કાળી કાળી થઈ ગઈ. કરામાંથી બચી ગયેલા મિસર દેશના તમાંમ છોડો અને વૃક્ષો ઉપરનાં બધાંજ ફળ તેઓ ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને છોડો નામશેષ થઈ ગયા. કોઈ પણ છોડ પર એકે પાંદડું રહ્યું નહિ. Faic an caibideil |