Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 1:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માટે તેઓને માથે બોજ નાખીને તેઓને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને માટે પીથોમ તથા રામસેસ નગરો વખારોને માટે બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેથી તેમની પાસે સખત મજૂરી કરાવી તેમના પર અત્યાચાર ગુજારાવવા તેણે તેમના પર વેઠ કરાવનાર મુકાદમો નીમ્યા. ઇઝરાયલીઓએ ફેરો માટે પિથોમ અને રામસેસ એ બે પુરવઠાનગરો બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેથી મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત મજૂરી કરાવીને તેઓને પીડા આપવા માટે તેઓના ઉપર મુકાદમો નીમ્યા. તેઓની જબરજસ્તી વેઠીને ઇઝરાયલીઓએ ફારુનને માટે પીથોમ અને રામસેસ નગરો તથા પુરવઠા કેન્દ્રો બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 એટલા માંટે તેમણે મજૂરી કરાવીને ઇસ્રાએલીઓને દબાવવા માંટે તેમના ઉપર મુકાદમો નીમ્યા. આ રીતે ઇસ્રાએલીઓએ ફારુનને માંટે પીથોમ અને રામસેસ નગરો વખારો માંટે બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 1:11
21 Iomraidhean Croise  

અને યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું ખચીત જાણ કે, તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવઅ કરશે; અને ચારસો વર્ષ સુધી તેઓને દુ:ખ આપવમાં આવશે;


અને યૂસફે મિસર દેશની સહુથી સારી જગામાં, એટલે રામસેસમાં, ફારુનની આ પ્રમાણે તેના પિતાને તથા તેના ભાઈઓને વતન આપ્યું.


સુલેમાનના ભંડારનાં સર્વ નગરો, તેના રથોને માટે નગરો, તેના સવારોને માટે નગરો તથા પોતાના શોખને માટે યરુશાલેમમાં તથા લબાનોનમાં તથા પોતાના અધિકાર નીચેનાં સર્વ દેશમાં જે જે બાંધકામ કરવાની સુલેમાનને ઈચ્છા થઈ, તે બાંધ્યાં.


બેન-હદાદે આસા રાજાનું [કહેવું] સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયલના નગરો પર ચઢાઈ કરવા મોકલ્યા. તેઓએ ઇયોન, દાન, આબેલ-માઈમ તથા નફતાલીના સર્વ ભંડારોને સર કર્યાં.


તેણે અરણ્‍યમાં તાદમોર તથા હમાથમાં ભંડારનાં સર્વ નગરો બાંધ્યાં.


તેઓ એક દેશથી બીજે દેશ, અને એક રાજયમાંથી બીજા રાજયમાં ફરતાં.


તેઓએ મારા નાનપણથી મને બહુ દુ:ખ દીધું છે, એમ ઇઝરાયલ હમણાં કહો.


મારા નાનપણથી તેઓએ મને બહુ જ દુ:ખ દીધું છે; તોપણ તેઓ મારા પર ફાવ્યા નથી!


તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે રૂપાનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા [સૂતેલા] હોલાના જેવા [લાગશો.]


મેં તેના ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ ટોપલાથી છૂટા થયા.


અને ચૂનો તથા ઈંટો પાડવાના કામમાં તથા ખેતરમાં સર્વ પ્રકારની મજૂરી કરવામાં તેમની પાસે સખત ચાકરી કરાવીને તેઓએ તેમની જિંદગી કષ્ટમય કરી. તેમની પાસે જે જે ચાકરી તેઓ કરાવતા હતા તે બધી સખત વેઠ હતી.


અને તે દિવસોમાં એમ થયું કે મૂસા મોટો થયો, ત્યારે તે બહાર નીકળીને પોતાના ભાઈઓ પાસે ગયો, ને તેમના ઉપર ગુજરતો જુલમ તેણે જોયો. અને તેણે એક મિસરીને પોતાના એક હિબ્રૂ ભાઈને મારતાં જોયો.


અને યહોવાએ કહ્યું, “મેં મિસરમાંના મારા લોકનું દુ:ખ ખરેખર જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે; કેમ કે તેઓનો ખેદ હું જાણું છું;


અને લોકોના મુકાદમોએ તથા તેઓના ઉપરીઓએ ત્યાંથી જઈને લોકોને કહ્યું, “ફારુન એમ કહે છે, ‘હું તમને પરાળ આપીશ નહિ,


ત્યારે ઇઝરાયલીઓના ઉપરીઓએ આવીને ફારુનની આગળ પોકાર કરીને કહ્યું, “તમારા દાસોની સાથે તમે આવી રીતે કેમ વર્તો છો?


પણ તેઓ આજ સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો; તેમાંથી કંઈ કમી કરશો નહિ; કેમ કે તેઓ આળસુ છે; એટલે તેઓ પોકાર કરીને કહે છે, ‘અમારા ઈશ્વરની આગળ યજ્ઞ કરવા માટે અમને જવા દો.’


ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?


એટલે કે અમારા પિતૃઓ મિસરમાં ગયા, ને અમે મિસરમાં લાંબી મુદત સુધી રહ્યા, અને મિસરીઓએ અમને તથા અમારા પિતૃઓને દુ:ખ દીધું,


અને મિસરીઓએ અમારા પર જુલમ કર્યો, ને અમને બહુ પીડા દીધી, ને અમારી પાસે સખત વેઠ કરાવી.


Lean sinn:

Sanasan


Sanasan