Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 એ દિવસોને, વંશપરંપરા, દરેક કુટુંબમાં, દરેક પ્રાંતમાં, તથા દરેક નગરમાં, યાદ રાખીને પાળવા. એ પૂરીમના દિવસો યહૂદીઓમાંથી વીસરાઈ ન જાય, અને તેઓના વંશજોમાંથી તેઓનું વિસ્મરણ ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 ભાવિ પ્રત્યેક પેઢીનાં યહૂદી કુટુંબોએ બધા પ્રાંત અને નગરમાં આ પૂરીમનું પર્વ પાળવું. આ પર્વ કદી ભુલાઈ કે વીસરાઈ જવું ન જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 એ દિવસોને વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં, પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં ઊજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઊજવવાનું બંધ ન થાય. અને તેઓના વંશજોમાંથી તેઓનો નાશ તથા વિસ્મરણ ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 એ દિવસોને, વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં ઉજવવાના હતાં, તેઓએ પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં તેને ઉજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઉજવવાનું બંધ ન થાય, અને તેઓના વંશજોએ કદી તે ભૂલવું જોઇએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:28
9 Iomraidhean Croise  

તેને લીધે યહૂદીઓએ ઠરાવ કરીને પોતાને માટે, પોતાનાં સંતાનોને માટે તથા પોતાની સાથે ભળી ગયેલા સર્વ જનોને માટે એવી અડગ પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે, એ બે દિવસોએ, લેખ પ્રમાણે તથા ઠરાવેલા વખત પ્રમાણે અમારે [તહેવાર] પાળવા.


ત્યાર પછી પૂરીમ વિષે આ બીજો પત્ર મંજૂર થાય માટે અબિહાઈલની પુત્રી એસ્તેર રાણીએ તથા યહૂદી મોર્દખાયે પૂર્ણ અધિકારથી તે લખ્યો.


રે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન, તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.


પેઢી દરપેઢી તમારાં કામનાં વખાણ થશે, અને તમારા સામર્થ્યનાં કૃત્યો પ્રગટ કરવામાં આવશે.


અને તમારે બેખમીર રોટલી [નું પર્વ] પાળવું; કેમ કે એ જ દિવસે હું તમારાં સૈન્યો મિસર દેશમાંથી કાઢી લાવ્યો છું; એ માટે તમારે વંશપરંપરા એ દિવસને નિત્યના વિધિથી પાળવો.


વળી હેલદાઈ, ટોબિયા, યદાય તથા સફાન્યાન દીકરા હેનન સ્મારક તરીકે યહોવાના મંદિરમાં મુગટો રાખવામાં આવશે.’


ત્યારે તમે તેઓને એમ કહો કે, ‘ [આનું કારણ એ છે કે] યહોવાના કરારકોશની આગળ યર્દનનાં પાણીના ભાગ થઈ ગયા. જ્યારે યર્દનને પાર તે ઊતરતો હતો ત્યારે યર્દનનાં પાણીના ભાગ થઈ ગયા. અને એ પથ્થરો ઇઝરાયલી લોકોના સ્મરણાર્થે સદાકાળ રહેશે.’”


Lean sinn:

Sanasan


Sanasan